શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (15:18 IST)

અમદાવાદની હોસ્પિટલમાં માતા અને પુત્રીની હત્યા કરાવનાર કમ્પાઉન્ડર નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ

murder case
અમદાવાદ શહેરના મણિનગરમાં ભુલાભાઈ પાર્ક પાસે એક ખાનગી હોસ્પિટલમાંથી માતા-દીકરીની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. પહેલા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આવેલા કબાટમાંથી યુવતીની લાશ મળી. જે બાદ પોલીસને જાણ કરતા તપાસમાં બેડ નીચેથી પણ મહિલાની લાશ મળી આવી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા માતા-પુત્રીની લાશ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પ્રાથમિક તપાસ બાદ હોસ્પિટલના જ કમ્પાઉન્ડર પર શંકાની સોય ઉઠી હતી. જે બાદ તેણે જ મા-દીકરીને કેટામાઈનના ઈન્જેક્શન આપતા મોત નિપજ્યા હતા. કમ્પાઉન્ડર મનસુખની પોલીસે અટકાયત કરી છે.

ભારતીબેનના લગ્ન ભૂલાભાઈ પાર્કમાં રહેતા લક્ષ્મણ સાથે થયા હતા. જોકે 6 મહિનાથી પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે તે પિયરમાં રહેવા આવી હતી. જોકે તેને કાનના પડદામાં તકલીફ થતા પતિના સંબંધી મનસુખનો સંપર્ક કર્યો હતો. મનસુખે જ તેમને ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાવી હતી અને તે પોતે પણ અહીં જ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો.મીડિયા રિપોર્ટ્સ મુજબ, દર્દીને ઓપરેશન માટે ડોક્ટર દ્વારા કહેવાતો ચાર્જ વધારે લાગતા મનસુખ આ વાતનો ફાયદો ઉઠાવી સસ્તામાં ઓપરેશન કરી દેજો. એટલે ડોક્ટરની ફી સાંભળીને પાછા જનારા લોકોને મનસુખનો શિકાર બનતા. ભારતી પાસેથી પણ મનસુખે ઓપરેશન કરી આપવાનું કહીને જાળમાં ફસાવ્યા હતા. જેમાં ભારતીને હોસ્પિટલમાં બોલાવી ઈન્જેક્શનના ઓવરડોઝ આપતા આખરે તેનું મોત થયું હતું.

યુવતીની લાશ મળતા મનસુખે પહેલા તેને ઓળખતો ન હોવાનું જ રટણ કર્યું હતું, બાદમાં મૃતક ભારતીબેનના માતા ચંપાબેનની પણ લાશ મળી આવતા મનસુખે તેઓ ધર્મના બહેન હોવાનું અને દૂરના સંબંધી હોવાની વાત કરતા પોલીસને તેની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી. જેથી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી કમ્પાઉન્ડર 15 વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરતો હતો અને તે માત્ર 10 ધોરણ પાસ હતો.