1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (11:06 IST)

અમદાવાદમાં ફાફડાનો ભાવ કિલોએ 440થી 800, જલેબીનો ભાવ 560થી 960એ પહોંચ્યો,

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે.આ ઉપરાંત કારીગરો પણ વઘારે ભાવ લે છે.દશેરા નિમિત્તે 
 
ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ‘દિવ્ય ભાસ્કર’ના સરવે મુજબ શહેરમાં અત્યારે ફાફડા 440થી 800 રૂપિયે 
 
કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે.
 
મોટાભાગના વેપારીઓ દશેરાના બે દિવસ અગાઉ મંડપ બાંધીને ફાફડા-જલેબીનો વેપાર શરૂ કરતા હોય છે.સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના 
 
કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.
 
દશેરાના પર્વએ અંદાજે કરોડો રુપિયાના લોકો ફાફડા જલેબી આરોગી જતા હોય છે. મહત્ત્વનું છે કે કોરોનાને કારણે ગરબા રસિયાઓને આ વખતે ગરબે ઘૂમવા તો નથી મળ્યું પણ લોકોમાં દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કઈક અલગ જ હોય છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક એવા દશેરા પર્વએ લોકો ફાફડા જલેબી આરોગીને તહેવારની ઉજવણી જરૂરથી કરે છે.