રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (09:58 IST)

જીજ્ઞેશ મેવાણીની ધરપકડ, આસામમાં થયેલી ફરિયાદના આધારે આસામ પોલીસે કરી ધરપકડ

jignesh mevani
જીજ્ઞેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થકો દ્ધારા એરપોર્ટ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો.જો કે,ધરપકડ પાછળના કારણને લઇને કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.


કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા

 
 
મહત્વનું છે કે, મેવાણીના સમર્થનમાં મધરાત્રે કોગ્રેસના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓએ જીજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસના વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. બીજી તરફ મેવાણીના વકીલ પરેશ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે આ ટ્વીટ મામલે ફરિયાદ કરાઈ છે. સીઆરપીસી 80 નો ભંગ કરી ધરપકડ કરાઈ છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની અમને જાણ કરાઇ નથી.