રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:00 IST)

ખંભાતમાં વરસાદને પગલે બેંકની ઈમારત ધડાકાભેર ધરાશાયી થઈ

ખંભાત શહેરમાં ઝંડાચોક વિસ્તારમાં આવેલી જુની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. રાત્રિના ૨ વાગ્યાની આસપાસ ત્રણ માળની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશયી થતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ધરાશયી થયેલા ઇમારતનો કાટમાળ રસ્તા વચ્ચે પડતા કડિયાપોળથી ઝંડાચોક જવાનો માર્ગ બંધ થયો હતો. આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ધનજીશાની પોળમાં સ્થળાંતર કરાવ્યું હતું. વહેલી સવારથી નગરપાલિકાના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ ઉઠાવવાની કાર્યવાહી હાથ ધરી રસ્તો ખુલ્લો કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.