રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (15:09 IST)

જાણો અમદાવાદમાં વેપારીના આપઘાત પાછળની રુંવાટા ખડા કરનારી દાસ્તાન

નરોડા વિસ્તારમાં કોસ્મેટિક વસ્તુઓને વેપાર કરનાર કૃણાલભાઇ ત્રિવેદીએ પત્ની કવિતાબહેન અને પુત્રી સીરીનતી હત્યા કર્યા બાદ જાતે પણ ગળેફાંસો ખાઇને કરેલ આપઘાતના ચકચારી કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરનાર કૃણાલ ત્રિવેદીએ આર્થિક પરિસ્થિતિઓથી નહીં, પરંતુ કાળી શક્તિઓથી કંટાળીને આ હિંસક ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાયું છે. કૃણાલભાઇએ આપઘાત કરતાં પહેલાં એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે કાળીશક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.
નરોડાના હરિદર્શન સર્કલ પાસે આવેલ અવની ફ્લેટમાં ભાડાના ફ્લેટમાં રહેતા અને કોસ્મે‌િટકનો વેપાર કરતા પ૦ વર્ષીય કૃણાલભાઇ ત્રિવેદીએ તેમની પત્ની ક‌િવતાબહેન અને પુત્રી સીરીની ગઇ કાલે હત્યા કરીને ખુદે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ર૪ કલાકથી કૃણાલભાઇના સંબંધીઓ તેમને તથા ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરતા હતા, જોકે કોઇએ ફોન નહીં ઉપાડતાં તેમને શંકા ગઇ હતી. સંબંધીઓ નરોડા પોલીસને લઇ તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મેઇન રૂમમાં કૃણાલભાઇનાં માતા જયશ્રીબહેન ઝેરી દવાની અસરથી બેભાન પડ્યાં હતાં.
પોલીસે રૂમમાં જઇને તપાસ કરતાં ક‌િવતાબહેન અને સીરીનો મૃતદેહ પડ્યો હતો. જ્યારે કૃણાલભાઇ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. કૃણાલભાઇએ માતા, પત્ની અને પુત્રીને ઝેર પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેમણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ જયશ્રીબહેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ હતી, જ્યાં તેમની ત‌િબયત હાલ સુધારા પર છે જ્યારે કૃણાલભાઇ, ક‌િવતાબહેન અને સીરીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. આર્થિક સંકડામણથી કૃણાલભાઇએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી હતી પરંતુ ઘરમાં તપાસ કરતાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કાળી શકિતઓથી કંટાળીને આપઘાત કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે કાળી શકિતઓ પીછો નથી છોડતી અને તેના કારણે નશાના રવાડે ચઢી ગયો છું.
મમ્મી આપ મુજે કભી ભી સમજ હી નહીં પાઇ.. પૂરી દુનિયાને મુજે શરાબી કહા પર મૈં નશા કરતા ક્યૂં થા.. યદી આપને મુજે પહેલે દિન સમજા લિયા હોતા તો આજ મેરી જિંદગી કુછ ઓર હૌતી..મૈં જીવન મેં કભી ભી કીસી ચીજ સે ડરા નહિ. આત્મહત્યા કૃણાલ કી ડિક્શનરી મેં કભી નહીં થા…મૈંને કઇ બાર ઇન કાલીશક્તિ કે બારે મેં બતાયા થા પર આપને કભી ભી ઉસે માના નહીં ઓર શરાબ કા સબ કો કારણ બતાયા.. મૈંને એમ.પી. વાલે કો ધંધે મેં ૧૪,પપ,૦૦૦ રૂપિયા દિયા હૈ…મૈં કિસી કા ભી કર્જદાર નહીં હૂં…મૈંને ધંધે મેં ૬,૦૦,૦૦ કા માલ પેટે રૂપિયા લિયે હૈ..કોઇ ભી આપસે રૂપિયા લેને કા હકદાર નહીં હૈ…જો આજ તક કા સચ હૈ કીસી ભી રૂપ વો આપ કા ધન હૈં…

મૈંને શરાબ કભી શોખ સે નહીં પી કાલી વિદ્યાઓને મેરી ઇસ કમજોરી કા ભરપુર ઉપયોગ કિયા હૈ..મેરી ઇચ્છા હૈ મેરે સાસ-સસુર ઓર આપ કોઇ તકલીફ મેં આયે ઐસા મૈં કભી ચાહતા નહીં થા.. લેકીન હાલાતને મુજે ઉપર આને હી નહીં દિયા.. જીવન મેં કઇ બાર ગીરા ખડા હુઆ લેકીન કભી ભી હારા નહીં. પર અબ યે ચીજો દિનોં દિન બઢતી હી જા રહી હૈ.. મમ્મી આપતો જાનતે હી હૌ કી ક્યા હાલત હોતે જા રહે થે.. ટિના ખૂબ ખુશ રહેના…જિજ્ઞેશભાઇ યે આપકી જવાબદારી હૈ.. શેર અલ‌િવદા કહ રહા હૈ… જિજ્ઞેશકુમાર, કાકા, તુષારભાઇ, બાકી આપ સભીને યે સ્થિતિયાં દેખી હૈ કૃણાલ કી લેકીન કોઇ કુછ કર નહીં શકા થા..ક્યોંકી જીતના ભી ક‌િવતા કર પાતી થી વો કરતી થી…ઉસકા વિશ્વાસ થા કી કુલદેવી ઓર પીર ઉસે બચા કર નિકાલ લેગે પર યે કાલીશક્તિયાં ઇતની આસાની સે પીછા નહીં છોડતી હૈ.”