મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (15:11 IST)

કુંવરજી બાવળિયા: ભાજપમાં જોડાતાની સાથે જ મળ્યું મંત્રી પદ

ગાંધીનગર, કુંવરજીભાઈએ રાજીનામું આપીને પોતાના પક્ષમાં જોડાવાના ઈનામ તરીકે ભાજપે તેમને મંત્રીપદ આપ્યું છે. એટલે કે ભાજપમાં જોડાતાની સાથે જ તેમને મંત્રીપદ મળી ગયું છે. કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "કુંવરજીભાઈ બાવળિયાને મંત્રી મંડળમાં સ્થાન મળશે. આજે ચાર વાગ્યે તેઓ મંત્રી પદના શપથ લેશે."

કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે. દેશમાં સાત રાજ્યોમાં કોળી મતોનું પ્રભુત્વ છે એટલે લોકસભાની ચૂંટણીમાં પણ બાવળિયાનો ઉપયોગ કરવામાં આવશે.

ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં કોળી મતદાતાઓને સહારે 99 બેઠકો હાંસલ કરી સત્તા જાળવી છે.. ગુજરાતમાં 40 બેઠક પર કોળી મતો નિર્ણાયક છે.. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હોવાને નાતે તેમને ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, માહારાષ્ટ્પ, ઝારખંડ, મધ્ય પ્રદેશ છતીસગઢ જેવા સાતેક રાજ્યોના કોળી મતો ખેંચવા માટે તેમનો ભાજપ ઉપયોગ કરશે. 

ભાજપમાં સામેલ થતાની સાથે જ કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી જાતિવાદી રાજકારણ રમી રહ્યા છે. જાતિવાદી રાજકારણથી તેઓ સફળ નહી થાય તેમ પણ કુંવરજી બાવળિયાએ કહ્યુ હતુ કુંવરજી બાવળિયાએ પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં જેને કામ કરવુ છે.તેને કામ કરવાનો મોકો મળતો નથી.તેવો આક્ષેપ લગાવ્યો હતો.