Lohri 2022: દર વર્ષે 13 જાન્યુઆરીએ લોહરીની ઉજવણી કરવામાં આવે છે. લોહરી એ ભાંગડા સાથે નૃત્ય કરવાનો અને તાપ સેકવા સાથે આનંદ માણવાનો તહેવાર છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને હિમાચલ સહિત દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં મગફળી, રેવડી, પોપકોર્ન ખાવાનુ અને લોકોને પ્રસાદ તરીકે આપવાનુ વિશેષ મહત્વ છે. આ પહેલા લોકો સાંજે રેવડી અને મગફળીને આગમાં નાંખે છે. લોહરીને ખેડુતોનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે, આ તહેવારમાં પાક મેળવ્યા પછી ખેડૂતો અગ્નિ દેવને ખુશ કરવા માટે લોહરી સળગાવે છે અને તેની પરિક્રમા પણ કરે છે. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી, દુ: ખનો અંત આવે છે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.
સળગતી લોહરીમાં ગઝક અને રેવડી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોહરીની સાંજે હોલીકા દહનની જેમ છાણા અને લાકડીઓના નાના ઢગલા દ્વારા આગ પ્રગટાવવામાં આવે છે. તેની આસપાસ ઘરના સભ્યો ઉભા રહે છે અને ઢોલ નગારા પઅર ડાંસ અને લોકગીત ગાઈને લોહરી સેલિબ્રેટ કરએ છે. મહિલાઓ પઓતાના નાના બાળકોને ખોળામાં લઈને લોહડીની આગ તાપે છે. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી બાળક આરોગ્યપ્રદ રહે છે અને તેને ખરાબ નજર લાગતી નથી.
હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં અગ્નિને દેવતાઓના મુખ્ય માનવામાં આવે છે. એવી માન્યતા છેકે લોહડીની અગ્નિમાં અર્પિત કરવામાં આવેલ અન્ન દેવતાઓ સુધી પહોંચે છે. આવુ કરવાથી લોકો સૂર્ય દેવ અને અગ્નિદેવના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અર્પિત કરે છે. લોકોનુ માનવુ છે કે આવુ કરવઆથી બધાનો હક પ્રાપ્ત થાય છે. સાથે જ ઘરતી માતા સારો પાક આપે છે. કોઈને અન્નની કમી રહેતી નથી. પંજાબમાં તહેવારની અલગ ધૂમ જોવા મળે છે. ખાસ કરીને લગ્ન પછી જેની પહેલી લોહડી હોય છે તેને પોતાના ઘરમાં રહીને લોહડી ઉજવવો અને વડીલોનો આશીર્વાદ લેવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Lohri તહેવારની 7 ખાસ પરંપરાઓ
લોહરીના થોડા દિવસો પહેલા, નાના બાળકો લોહરી ગીતો ગાઈને લોહરી માટે લાકડા, ડ્રાયફ્રૂટ્સ, રેવડી, મગફળી એકત્રિત કરવાનું શરૂ કરે છે.
લોહરી પર તલ-ગોળ ખાવાનું અને વહેંચવાનું મહત્વ છે અને રેવડી, ગજક, મકાઈ ખાવાનો આનંદ માણો.
લોહરીની સાંજે, લાકડા સળગાવીને, તેઓ અગ્નિની આસપાસ પ્રદક્ષિણા કરતી વખતે ગાય અને નૃત્ય કરે છે અને અગ્નિમાં રેવડી વગેરેને નાખે છે.
જે ઘરમાં નવા લગ્ન થયા હોય અથવા બાળકનો જન્મ થયો હોય તેને ખાસ અભિનંદન આપવામાં આવે છે.
આ દિવસે બહેનો અને દીકરીઓને ખૂબ પ્રેમથી ઘરે બોલાવવામાં આવે છે.
લોહરીના દિવસે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં ગજક, રેવડી, મગફળી, તલ-ગોળના લાડુ, મકાઈની રોટલી અને સરસવના શાક મુખ્ય છે.
લોહરીનો સંબંધ મા સતી, ગામ, પાક અને હવામાન સાથે છે. આ દિવસે રવિ પાકની લણણી કરવામાં આવે છે અને મૂળા અને શેરડીના પાકની વાવણી કરવામાં આવે છે.