શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (09:18 IST)

ભચાઉના દુધઇ નજીક ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ

earthquake
કચ્છ જિલ્લામાં એક સપ્તાહમાં બીજી વાર મધ્ય રાત્રે ૨.૩૦ મિનિટે ભૂંકપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ તાલુકાના દુાધઈ નજીક ૩.૩ તીવ્રતાનો આંચકો અનુભવાતા ફરી એક વખત લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
 
ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુાધઈાથી ૧૯ કીમી દૂર નોંધાયું છે. આ પહેલા કચ્છમાં ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૮.૪૭ કલાકે ૩.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.  આ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના વાવમાં ૬ ઓગસ્ટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સવારે ૪.૩૬ કલાકે વાવાથી ૫૩ કિલોમીટર દૂર રાજસૃથાનમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ. તે પહેલા કચ્છના ભચાઉમાં ૩૧ જુલાઇએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૧૧.૩૮ કલાક ૨.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ૨૦૦૧ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.