સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (15:19 IST)

મેઇક ઈન ઇન્ડિયા કન્સેપટ પર બનશે પ્રથમ હિન્દી ફીચર ફિલ્મ - " વાહ ઝિંદગી'

અત્યારે જે ગતિએ દેશની પ્રગતિ થઇ રહી છે અને "મેઇક ઈન ઇન્ડિયા" અંતર્ગત દરેક ઉદ્યોગને વેગ મળ્યો છે ત્યારે ગુજરાતના સીરામીકના હબ ગણાતા "મોરબી" શહેરમાં સીરામીક અને ટાઇલ્સ ઉદ્યોગ વાયુવેગે વધી રહ્યો છે. મોરબીમાં આજે નાના-મોટા  700 સીરામીક એકમોમાં ટાઇલ્સનું કામ 24 કલાક ચાલી રહ્યું છે અને મોરબીનો સીરામીક ઉદ્યોગ જયારે હરણફાળ ભરીને ચારેતરફ વિસ્તરી રહ્યો છે ત્યારે મોરબી શહેર અને તેના સીરામીક ઉદ્યોગને કેન્દ્ર સ્થાને રાખી એક હિન્દી ફિલ્મનું નિર્માણ થવા જઈ  રહ્યું છે. 

"મેઇક ઈન ઇન્ડિયા" થીમ પર નિર્માણ પામવા જઈ રહેલી સૌપ્રથમ હિન્દી ફીચર ફિલ્મનું નામ છે - "વાહ ઝિંદગી - દેશ કી ટાઇલ્સ બદલેગી દુનિયા કે સ્ટાઇલ". આ ફિલ્મનું નિર્માણ શિવાઝા ફિલ્મ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ અંતર્ગત શ્રી અશોક ચૌધરી કરશે. આ ગ્રુપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે પદાર્પણ કરી રહ્યું છે અને આવનારા સમયમાં ઘણી બધી ફિલ્મોનું નિર્માણ કરવાનો તેમનો ઉદેશ્ય છે.  તો આ ફિલ્મનું દિગ્દર્શન શ્રી દિનેશ યાદવ કરશે. ટાઇલ્સ ઉદ્યોગ પર બનવા જઈ રહેલી ફિલ્મમાં મોરબીના સિરમાઈક ઉદ્યોગના સંઘર્ષ અને વિકાસની વાત સાથે વર્તમાન સમયમાં પ્રવર્તમાન ચાઈનીઝ કમ્પની સાથે સીધી હરીફાઈ અને મોરબીનો ડંકો માત્ર ગુજરાત, ઇન્ડિયા નહીં બલ્કે વિશ્વના ફલક પર વાગશે તે વિશેની છે. આ ફિલ્મની સ્ક્રીપટ પર છેલ્લા 3 વર્ષથી કામ થઇ રહ્યું છે અને આ ફિલ્મમાં સક્સેસ, લવ, કોમેડી, ડ્રામા અને પેટ્રીઓટિઝમની વાત વણી લેવામાં આવી છે. આ ફિલ્મના નિર્માણથી મોરબીના સીરામીક ઉદ્યોગને એક નવી ઓળખાણ અને એક નવી ઊંચાઈ મળશે તે વાત તો નક્કી છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મોરબી તથા વાંકાનેરમાં થશે. આ 25 દિવસનું શૂટિંગ ગત  28 એપ્રિલથી શરુ થઇ ગયું છે.. પહેલીવાર "મેઇક ઈન ઇન્ડિયા" થીમ  નિર્માણ પામવા જઈ રહેલી બૉલીવુડ ફિલ્મમાં બોલીવુડના જાણીતા કલાકારો જેવા કે નવીન કસ્તુરીયા, પ્લૉબિતા બોર્થાકોર, સંજય મિશ્રા, વિજય રાજ, રાજેશ શર્મા તથા ધર્મેશ વ્યાસ જોવા મળશે.