સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 મે 2021 (17:03 IST)

કોલેજમાં સ્નાતકના 2-4 અને 6 સેમેસ્ટરના 9.50 લાખ વિદ્યાર્થીઓને મેરિટના આધારે માસ પ્રમોશન

રાજયની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજોમાં મેડિકલ-પેરામેડિકલ સિવાયના સ્નાતક કક્ષાના ચાલતા અભ્યાસક્રમના બીજા,ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના અભ્યાસક્રમને મેરિટ બેઇઝ્ડ પ્રોગ્રેશન અપાશે તેવો કોર કમિટીની મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આશરે 9.50 લાખ વિદ્યાર્થીને 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અ્ને 50 ટકા ગુણ અગાઉના સેમેસ્ટરના આધારે ગણતરી કરીને પ્રોગેશન અપાશે.

અહીં એ સ્પષ્ટતા સરકારે કરી છે કે, 2,4 અને 6 સેમેસ્ટર ઇન્ટરમીડિયેટ એટલે કે અભ્યાસક્રમના વચ્ચેના સેમેસ્ટર હોય તેવા સેમેસ્ટરમાં જ પ્રોગેશન અપાશે,એટલે કે સેમેસ્ટર 6 અભ્યાસક્રમનું અંતિમ સેમેસ્ટર હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોગેશન નહીં,પણ પરીક્ષા આપવી પડશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9.50 લાખ જેટલી થવા જાય છે. શિક્ષણ મંત્રીએ ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે આપવામાં આવશે.