શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મહેસાણા , શનિવાર, 16 જૂન 2018 (17:18 IST)

વિઠ્ઠલાપુર વિડીયો વાયરલ - બે આરોપીઓની ધરપકડ,ફરીયાદીને રૂ.૫૦,૦૦૦ની સહાય

૧૪ જુન ૨૦૧૮ના રોજ વિઠ્ઠલાપુર ગામ તાલુકો માંડલના દલિત યુવાન પર માર માર્યાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાના પગલે વહીવટીતંત્ર સર્તક થઇ ભોગ બનનાર યુવાનનો સંપર્ક કરી પુછપરછ કરી હતી. વિઠ્ઠલાપુરના યુવાન વાલ્મીકી મહેશભાઇ જેઓ પુરષોત્તમ ગણપતભાઇના પુત્ર છે જેઓને સમજાવી કાઉન્સીલીંગ કરી પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.ભોગ બનનાર કુટુંબીજનો સાથે પોલીસ પ્રોટેકશન આપી બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં વિવિધ કલમો લગાડી ભરતસિંહ ભીમસિંહ દરબાર,જયદિપસિંહ બનેસંગ દરબાર,સોલંકી દરબાર ચેહરસિંહ સુનસંગ અને ગોવિંદ ઉર્ફે યોગશ્વરસિંગ કુબેરભા દરબાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાઇ છે.
 
આ બનાવમાં ભોગ બનનારની મુલાકાત જિલ્લા પોલીસ અધિક્ષક ચૈત્યન મંડલિક દ્વારા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ.સી ,એસ.ટી સેલને આપવામાં આવી છે.આરોપીઓને પકડવા માટે ૧૪ ટીમો સાથે એલ.આઇ.બી,સ્પેશયલ પ્રોટેકશન ગ્રુપ અને સ્થાનિક પોલીસને લગાવવામાં આવી છે.તંત્રની સર્તકતાના પગલે બે આરોપીઓ જયદિપસિંઘ ઉર્ફે જયલું અને ચેહરસિંઘ ઉર્ફે ભયલુંની ધરપકડ કરાઇ છે.
 
જિલ્લા કલેકટરશ્રી એચ.કે.,પટેલની સુચના અને માર્ગદર્શનથી ભોગ બનનારને રૂ.૫૦,૦૦૦ની સહાય ત્વરીત  ધોરણે ચુકવાઇ છે.સામાજિક ન્યાય અધિકારીતા ગુજરાત સરકાર વિભાગ તરફથી ભોગ બનનાર ફરીયાદીને આર્થિક મદદરૂપે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મંજીતા વણઝારા,પ્રાન્ત અધિકારી દ્વારા ફરીયાદીના ઘરે જઇને રૂ.૫૦,૦૦૦નો ચેક આપી સહાય તાત્કીલ ધોરણે ચુકવાઇ છે.
 
આ ઉપરાંત ભોગ બનનાર અને તેમના પરીવારજનોને કાઉન્સીલીંગ કરી તેઓને ભયમુક્ત રહેવા સમજ કેળવવામાં આવી હતી.