1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 ઑગસ્ટ 2023 (15:10 IST)

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ

Meteorological department rain forecast
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. ત્યારે ફરીવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગની આગાહી અનુસાર 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં  સુરત,નવસારી, ડાંગ,  તાપી,  ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણા  અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 
 
સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
 
જળાશયોમાં 74 ટકા પાણીનો જથ્થો
રાજ્યના 207 જળાશયોમાં 74 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.33 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.25 ટકા, કચ્છના 20 જળાશયોમાં 65.57 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.85 ટકા અને સરદાર સરોવરમાં 77.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 207 ડેમમાં હાલ 74.31 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 96 ડેમ હાઈએલર્ટ, 25 ડેમ એલર્ટ અને 14 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે.