રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ઑગસ્ટ 2023 (14:09 IST)

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્રે મેડલની જાહેરાતઃ એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત 18 પોલીસ જવાનોને મળશે સન્માન

gujarat police
IB ઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કરાશે
ગુજરાતમાં મેરીટોરીયસ સર્વિસ માટે 18 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાશે
Announcement of Independence Day Medal:  સ્વતંત્રતા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 01 CRPF જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPMG) એનાયત કરવામાં આવ્યા છે, 229ને વીરતા માટે પોલીસ મેડલ (PMG) એનાયત કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) 82 ને અને 642ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (PM) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં 18 પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. ADGP ગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા IB ઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે. 
 
રાજનાથસિંહે પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરી 
વર્ષ 2018માં તત્કાલિન ગૃહમંત્રી રાજનાથ સિંહે પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે જુદી જુદી સેવામાં 5 પોલીસ મેડલની શરૂઆત કરી હતી. તેમાં ઇન્વેસ્ટિગેશનમાં ઉત્કૃષ્ટતા માટે મેડલ, સ્પેશિયલ ઓપરેશન્સ મેડલ, પોલીસ ઇન્ટરનલ સિક્યુરિટી સર્વિસ મેડલ, અસાધારણ કાર્યક્ષમતા મેડલ અને ઉત્કૃષ્ટ અને અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલનો સમાવેશ થાય છે. તપાસમાં શ્રેષ્ઠતા મેડલનો ઉદ્દેશ્ય ગુનાઓની તપાસમાં ઉચ્ચ ધોરણો સાથે નિષ્ઠાપૂર્વક, અસાધારણ સાહસ અને હિંમત દાખવનારા પોલીસકર્મીઓનું સન્માન કરવાનો છે.
 
12 ઓગસ્ટે આ મેડલની જાહેરાત કરવામાં આવે છે
દર વર્ષે 12 ઓગસ્ટે આ મેડલની જાહેરાત કરવામાં આવે છે. ગયા વર્ષે એટલે કે 2022માં 28 મહિલાઓ સહિત કુલ 151 પોલીસકર્મીઓને આ મેડલ આપવામાં આવ્યો હતો. જેમાં સીબીઆઈમાંથી 15, મહારાષ્ટ્ર પોલીસમાંથી 11, મધ્યપ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસમાંથી 10, કેરળ પોલીસ, રાજસ્થાન પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસમાંથી 8 -8 પોલીસ કર્મીઓને આ સન્માન મળ્યું હતું. 2021માં 152 પોલીસકર્મીઓને આ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
 
ગુજરાતમાં મેરીટોરીયસ સર્વિસ માટે સન્માનિત પોલીસ અધિકારીઓ
 
(1) ડો. રાજકુમાર પાંડિયનઃ ADGP( રેલવે)
(2) સંદિપસિંહઃ IGP( રાવપુરા, વડોદરા)
(3) ગિરિરાજસિંહ જાડેજાઃ( ADSP સીએમ સિક્યુરિટી)
(4) ફિરોજ શેખઃ (ACP અમદાવાદ શહેર)
(5) જોબદાસ સુર્યનારાયણપ્રસાદ ગેદ્દમઃ (ACP અમદાવાદ શહેર)
(6) સુરેન્દ્રસિંહ કુંપાવતઃ (DSP પંચમહાલ)
(7) મનોજકુમાર પાટીલઃ (સુરત PSI)
(8) પ્રવિણકુમાર દેત્રોજાઃ (વડોદરા PSI)
(9) ખીમજી ફાફલઃ (હેડ કોન્સ્ટેબલ ગાંધીધામ)
(10) દિલિપસિંહ સોલંકીઃ (હેડ કોન્સ્ટેબલ અમદાવાદ)
(11) ભાર્ગવ દેવમુરારીઃ (દેવભૂમી દ્વારકા)
(12) રેખાબેન કેલાટકરઃ (ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
(13) ભરતસિંહ ગોહિલઃ (પીએસઆઈ સુરત)
(14) રાજેન્દ્રસિંહ માસાણીઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર ગાંધીનગર)
(15) કિર્તિપાલસિંહ પુવારઃ (પીએસઆઈ, સુરત) 
(16) રવિન્દ્ર માલપુરેઃ (એએસઆઈ, વડોદરા)
(17) અશોક મિયાત્રાઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
(18) નિતા જાંગાલઃ (પીએસઆઈ, ગાંધીનગર)