બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 માર્ચ 2021 (21:27 IST)

અમદાવાદ જિલ્લામાં 30 હજારથી વધુ સિનિયર સિટિઝનને રસી અપાઈ

અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી 30,611 સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરાયા છે. જેમાં સાણંદ તાલુકો અગ્રેસર છે. આ તાલુકામાં 6,316 સિનિયર સિટિઝનને રસી આપવામાં આવી છે.
 
અન્ય તાલુકાની વાત કરીએ તો, બાવળા તાલુકામાં 4,593, દસક્રોઈ તાલુકામાં 4,618, ધંધુકા તાલુકામાં 1,638, ધોલેરા તાલુકામાં 666, ધોળકા તાલુકામાં 3,865,દેત્રોજ તાલુકામાં 2,575,માંડલ તાલુકામાં 1,708 અને વિરમગામ તાલુકામાં 4,632 સિનિયર સિટિઝનને કોવીડ સામે રક્ષણ આપતી રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.
 
અહીં એ નોંધનીય છે કે રાજ્યમાં ચાલી રહેલી રસીકરણની ઝુંબેશમાં ફ્રંટલાઈન વર્કર, હેલ્થલાઈન વર્કર, સિનિયર સિટિઝન અને 45 થી 59 વર્ષની વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોને રસી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
 
આ ધોરણોને આધારે  45 થી 59 વર્ષની વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 7,644 લોકોને રસી આપવામાં આવી.જેમાં સાણંદમાં 1,953, બાવળામાં 704,દસક્રોઈમાં 1,334,ધંધુકામાં 695,ધોલેરામાં 91,ધોળકામાં 1032, દેત્રોજમાં 618, માંડલમાં 399 અને વિરમગામમાં 818 લોકોને રસી આપવામાં આવી.