મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 એપ્રિલ 2022 (17:24 IST)

સુરતમાં ફરી ઘાતકી હત્યા, વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા યુવકની હત્યા

murder
સુરતમાં રાંદેરના મોરાભાગળ વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે સલીમ ખલીલ નામના યુવકની હત્યા થઈ હતી. ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો સલીમ ખલીલ તેના મિત્ર સાથે હતો. દરમિયાન ત્રણ જેટલા યુવકોએ તેના ઉપર હુમલો કરી ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. સલીમ ઉપર ચપ્પુના ઘા ઝીંકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેમજ તેની સાથીમિત્રને પણ ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોડી રાત્રે બનેલી ઘટનાથી રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
 
ઈજાગ્રસ્તે આપેલા નામ આધારે ત્રણની અટકાયત
ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ કરતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સલીમ ખલીલમાના મિત્રએ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓના નામ પોલીસને આપ્યા હતા. જેને આધારે રાંદેર પોલીસ દ્વારા ત્રણેય યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે.