શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (08:47 IST)

નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે તે પહેલાં હાર્દિક ધારણ કરી શકે છે કેસરીયો

હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હાર્દિક પટેલ આગામી અઠવાડિયે ભાજપમાં જોડાઈ એવી પુરી શક્યતા છે. હાર્દિકની ભાજપમાં એન્ટ્રી સમયે કેન્દ્રિય મંત્રીઓ પણ હાજર રહેશે. ભાજપમાં જોડાતા સમયે હાર્દિક શક્તિ પ્રદર્શન કરતી એક જનસભા પણ સંબોધશે. જનસભામાં 10 હજાર જેટલી મેદની એકઠી કરશે, તેની સાથે સાથે જનતા અને સમાજની જેમ ભાજપની પણ માફી માંગી શકે છે. 
 
કૉંગ્રેસમુક્ત બન્યા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં ગુજરાતની જનતા અને સમાજની માફી માંગી હતી. એટલું જ નહીં ભાજપની વિરુદ્ધમાં કંઈ પણ બોલવાને દલે હિન્દુત્વની વાતો કરી હતી, સાથે સાથે માત્રને માત્ર કોંગ્રેસની અંદરની લડાઈને ઉજાગર કરી હતી. હાર્દિક પટેલને લેવા માટે આમ આદમી પાર્ટીએ બહુ રસ ન દાખવતા હવે ભાજપમાં જ જવાનો એક માત્ર રસ્તો બચ્યો હોવાથી ભાજપ સાથે સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપે કેટલીક શરતોને આધીન ભાજપમાં લેવાની ચર્ચા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
 
હાર્દિક પટેલ 10 હજારથી વધુ સમર્થકો સાથે 28મીએ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે તે પહેલાં ભાજપનો ખેસ પહેરે તેવી શક્યતા છે. એટલું જ નહીં જાહેરમાં ભાજપની માફી માંગે તેવી પણ અટકળો પણ ચાલી રહી છે. પોતાની સામેના અસંખ્ય પોલીસ કેસ, કોર્ટ કેસોમાં રાહત મેળવવા માટે એકમાત્ર ભાજપમાં જોડાવુ જ લાભદાયક રહી શકે છે. આગામી દિવસોમાં કમલમ ખાતે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.