રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (11:32 IST)

વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પ્રથમવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા. કેશુબાપા પણ સાથે રહ્યાં

વડોપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સોમનાથ મંદિરે પહોંચ્યા હતાં જ્યાં અમિત શાહ અને સોમનાથ મંદિરના ટ્રસ્ટના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી જ્યારે દાદાની આરતી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 13 વખત આવ્યા હતાં. જ્યારે 1990માં તેઓ અડવાણીનાં સારથી બની સોમનાથ આવ્યા હતા. વડાપ્રધાનએ જનમેદનીનું અભિવાદન જીલ્યું નરેન્દ્ર મોદી વહેલી સવારે ગાંધીનગરથી સોમનાથ પહોંચ્યા હતાં જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. આ પ્રસંગે કેશુબાપા, અમિત શાહ, અડવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં. જ્યારે નરેન્દ્ર મોદીને જોવા માટે લોકો વહેલી સવારે આવી પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદી અભિવાદન આ કાર્યક્રમ બાદ સીધા જગપ્રસિદ્ધ જ્યોર્તિલીંગ સોમનાથ મંદિર જઈ રહ્યા હતાં તે સમયે હેલીપેડ બહાર વિશાળ સંખ્યામાં ઉભેલી જનમેદનીએ પણ હાથ ઉંચા કરી વડાપ્રધાનને આવકાર્યા હતા. વડાપ્રધાનએ જનમેદનીનું અભિવાદન જીલ્યું હતું. ગુજરાતમાં નરેન્દ્ર મોદી પોતાનાં શાસન કાળ દરમિયાન 13 વખત સોમનાથ આવ્યા હતા. પીએમ બન્યાનાં 3 વર્ષ પછી તેઓ પ્રથમ વખત સોમનાથ આવ્યા હતાં. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી હતી જ્યારે દાદાની આરતી ઉતારી હતી. પહેલાં 1990માં તેઓ અડવાણીનાં સારથી બની સોમનાથ આવ્યા હતા.  એક દિવસ અગાઉ અમિત શાહે તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી સાથે ધ્વજા, પુજા કરી હતી. તેમજ  સોમનાથ મંદિરને 100 કિલો સોનુ દાન આપનાર તેમજ ચાંદીનું દાન કરનાર દાતાઓનું સન્માન કર્યું હતું. ત્યાર બાદ સોમનાથમાં ચાલી રહેલા વિકાસ કામોની ચર્ચાઓ કરવા માટે બેઠકમાં ભાગ લીધો હતો.