રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 નવેમ્બર 2018 (12:32 IST)

આપણી ધરોહર જોવા આપણે ચુકવણી કરવી પડશે, નર્મડા ડેમ હવે પાંચના બદલે 120 રૂપિયામાં જોવા મળશે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકર્પણ બાદ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાયેલી પ્રતિમાના નક્કિ કરવામાં આવેલા દરમાં હવે નર્મદા ડેમ જોવા જનારા પ્રવાસીઓએ રૂપિયા પાંચના બદલે ઓછામાં ઓછા રૂા. ૧૨૦ ચુકવવા પડશે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. ડેમ જોવા જનારાઓએ ફરજીયાત સ્ટેચ્યુની ટીકીટ લેવી પડશે, સ્ટેચ્યુ નિહાળવા જનારા જ ડેમ સુધી જઇ શકશે તેવો આંટીઘુટીવાળો નિર્ણય લેવામાં આવતાં આજે પ્રવાસીઓ અને અધિકારીઓ પણ અસમંજસમાં મૂકાઇ ગયા હતા. 
સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય નાગરિકો માટે તારીખ ૧લી નવેમ્બરથી ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા હાલમાં ટિકિટના દર પુખ્તવયના માટે ૧૨૦ અને ૩૫૦ રૂપિયા નિયત કરવામાં આવ્યા છે. રૂા. ૧૨૦ની ટિકિટમાં પ્રતિમાના વિઝીટર અને મેમોરિયલ સેન્ટર સુધી જઇ શકાય છે. રૂા. ૩૫૦ની ટિકિટમાં વ્યુઇંગ ગેલેરી સુધી જવાય છે.  પ્રવાસીઓને પોતાનું વાહન સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઈ જવાની પરમિશન ન હોવાથી ત્યાં સુધી પહોંચવા ત્રીસ રૂપિયા એસી બસનું ભાડું ખર્ચવું પડશે. જેના કારણે આ ટિકિટના ૧૫૦ અને ૩૮૦ રૂપિયા થશે.  આમાં ૧૨૦ રૂપિયા ટિકિટના દારોમાં નર્મદા ડેમ વિઝીટનો ઉમેરો કરાયો છે.  
હવે નર્મદા ડેમ જોવા માટે અલગથી ટિકિટ લેવી નહિ પડે. પણ હવે જેણે પણ નર્મદા ડેમ જોવો હશે એણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરજીયાત જોવું પડશે એમ કહીએ તો ખોટું નથી. પ્રવાસીઓ નર્મદા ડેમ જોવા પહેલા પાંચ રૂપિયા ખર્ચ કરતા હતા, એની જગ્યાએ હવે ફરજીયાત ૧૨૦ રૂપિયા ખર્ચવા પડશે. આ કારણે આજે પ્રવાસીઓ અને અધિકારીઓ બંન્ને અસમંજસમાં હતા. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ જોવા માટે દર વર્ષે સરેરાશ સાત લાખ પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ માટે નર્મદા ડેમ બેસ્ટ ડેસ્ટિનેશન હતું.  
ડેમ પર જ્યારે દરવાજા લાગ્યા ન હતા ત્યારે ઓવરફ્લો અદભુત નજારો અમેરિકાના નાયગ્રા ફ્લોની યાદ અપાવતી હતી. ગયા વર્ષે નર્મદા ડેમ પર દરવાજા લાગી ગયા બાદ હવે ડેમ ઓવરફ્લો નહિ થાય પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ધસારો વધશે જ પરંતુ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોમ્બો પેકજથી પ્રવાસીઓમાં કચવાટ ઉભો થયો છે.