1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (15:50 IST)

વડોદરામાં નવલખી ગરબા ગ્રાઉન્ડમાં અજાણ્યા શ્રમજીવીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

suicide
ગુજરાતમાં હાલમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે. જોત જોતામાં આજે ત્રીજી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાના નવલખી મેદાન પરથી આપઘાતના સમાચારો પ્રકાશમાં આવ્યાં છે. નવલખી મેદાન ખાતેના ગરબા ગ્રાઉન્ડ પર બનાવેલા લાઈટના ટાવર પર અજાણ્યા શ્રમજીવીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ 22 ફૂટ ઉપરથી શ્રમજીવીનો મૃતદેહ ઉતારવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં એક તરફ નવરાત્રી મહોત્સવનો માહોલ જામ્યો છે ત્યારે આજે સવારે નવલખી મેદાનના ગરબા ગ્રાઉન્ડ માં બનાવેલા વીજ ટાવર પર એક શ્રમજીવી વ્યક્તિ એ ઉપર ચડી જઈ વાયર વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે મૃતદેહ વીજ ટાવર પર લટકતો જોઈ સવારે મોર્નિંગ વોક માં આવનારા વ્યક્તિઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.અંદાજીત 22 ફૂટ ઉપર આવેલા લાઈટ ના ટાવર પર લટકી ને જીવન દોરી ટૂંકાવનાર શ્રમજીવી ના મૃતદેહ ને નીચે ઉતર્યો હતો, ઘટનાં વહેલી સવાર ની છે. મોડી રાત્રે ગરબા પૂરા થયા બાદ સિક્યુરિટી કે અન્ય મંડપ વાળા મેદાનમાં રોકાતા હોતા નથી. જેથી શ્રમજીવીએ વીજ ટાવર પર ચડી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ટાવર પર ચડતા કોઈ રાહદારી કે મોર્નિંગ વોકર ની નજર પડી નહતી.સવારે આ શ્રમજીવી નો મૃતદેહ ટાવર પર લટકતો જોઈ ને ત્યાજ રસ્તે પસાર થતાં લોકોએ બનાવ અંગે રાવપુરા પોલીસને જાણ કરી હતી. આ શ્રમજીવી કોણ છે તેની તપાસ હાથ ધરી છે.