શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (10:26 IST)

D Martમાંથી વસ્તુઓ લેનારા સાવધાન

ગાંધીનગરમાં આવેલ ડી માર્ટમાંથી એક જાગૃત ગ્રાહકે 64 રૂપિયામાં ગોળ ખરીદ્યો હતો. ગોળ ખરીદ્યા બાદ ગ્રાહકે અચાનક ગોળનાં પેકીંગ પર લાગેલ બે સ્ટીકરો પર ગ્રાહકની નજર પડી હતી.

જેમાં એક સ્ટીકરમાં જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર એમ બે અલગ અલગ તારીખોનાં સ્ટીકરો મારેલ ગોળ વેચવામાં આવ્યો હતો. ત્યારે ડીમાર્ટ દ્વારા ખોટા સ્ટીકર મારી એક્સપાયરીડેટવાળો ગોળ વેચીને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા બદલ જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. 
 
કન્ઝ્યુમર કોર્ટે ડી-માર્ટને દંડ કર્યો: ડી-માર્ટે એક્સપાયર થયેલો ગોળ વેચ્યો, ગ્રાહક કોર્ટે રૂ. 1.10 લાખનો દંડ ફટકાર્યો
 
ગુજરાતની ગ્રાહક અદાલતે ડી-માર્ટને રૂ. 1.10 લાખનો દંડ ફટકાર્યો છે. એક ગ્રાહકે ડી-માર્ટ સામે એક્સપાયર થયેલ ગોળ વેચવા બદલ કેસ દાખલ કર્યો હતો. 8 મહિના પછી, કોર્ટે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો અને ડી-માર્ટ પર દંડ ફટકાર્યો. ગુજરાતમાં કન્ઝ્યુમર કોર્ટ, કન્ઝ્યુમર કોર્ટ, કન્ઝ્યુમર કોર્ટે ડી-માર્ટને દંડ કર્યો.