ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 ઑક્ટોબર 2023 (16:17 IST)

અંબાજી: મહિલા-પુરુષ સાથે ગરબા નહીં રમે

Ghee used to make Mohanthal Prasadi in Ambaji turned out to be inedible.
નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ચાચરચોકમાં ફક્ત મહિલાઓ જ ગરબા રમી શકશે: પુરુષોએ પીત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે. 
 
અંબાજી મંદિરમાં ગરબાને લઇ  કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબાનુ આયોજન થતુ હોય છે. અહીં મહિલાઓ અને પુરુષો ગરબા અલગ અલગ ગાવાના રહેશે. એટલે કે ચાચર ચોકમાં હવે ગરબા ગાવા માટે પુરુષોને એન્ટ્રી નહીં મળે
 
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યુ છે જેમાં અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી  રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે.   તમામ ભક્તોને ઓળખપત્ર દર્શાવ્યા બાદ જ ગરબા રમવા માટે પ્રવેશ મળશે. તો બીજી તરફ નવરાત્રિને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે રાસ-ગરબામાં રાત્રે 12 વાગ્યે માઈક સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.