સોમવાર, 3 નવેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 ઑક્ટોબર 2023 (17:42 IST)

રતનપુર પાસે ગોઝારો અકસ્માત 9નાં મોત

Gozaro accident near Ratanpur kills 9
અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતજીપ-ટ્રકની ટક્કર, 7ના મોત, 12 ઘાયલ રતનપુર પોલીસ ચેકપોસ્ટ પાસે બની દુર્ઘટના 
 
અકસ્માતનું કારણ બ્રેઇક ફેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મુસાફરો ભરેલી ક્રૂઝર જીપની બ્રેઇક ફેઇલ થતા તે ટ્રક સાથે અથડાઈ હતી. બેકાબૂ જીપ ટ્રક સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને તેમાં બેસેલા 9 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
 
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર પાસે ગોઝારો અકસ્માત 9નાં મોત થયાના સમાચાર છે. આઠ કે દસ મુસાફરોની કેપેસિટી સામે જીપમાં 19 લોકો બેઠા હતા. જેમાં 9  લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 3 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.