સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (15:40 IST)

ટ્રાફિકના નવા નિયમો સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ

વાહનચાલકો માટેના નવા ટ્રાફિકના નિયમો વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં RC બુક, PUC, લાઈસન્સ, હેલમેટ અને વીમાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કોર્પેરેશનના વિસ્તારમાં ફરજિયાત હેલમેટનો નિયમ ન હોવો જોઈએ, તે સહિતના અનેક મુદ્દાઓ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.આ અરજીમાં અરજદારે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે ટ્રાફિકનો નવો નિયમ લોકોના હિતમાં નથી. કોર્પોરેશન વિસ્તારમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ અયોગ્ય છે તો વાહનચાલકોને PUC, RC બુક વગેરેની અસલ કોપી સાથે રાખવામાં મુશ્કેલી પડી રહી છે.સાથે જ કેટલાક કિસ્સામાં લોકોની આવક કરતાં દંડની રકમ વધુ લેવામાં આવે છે તો ગરીબ અને નિરક્ષર લોકો નવા નિયમથી વાકેફ ન હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ નિયમથી પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ વધશે. તેમજ નિયમને અમલમાં મૂકતા સમયે નાગરિકોને નજરઅંદાજ કરાયા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.