શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (12:18 IST)

ટ્રાફિક નિયમો મુદ્દે મહિલા કોંગ્રેસે RTO કચેરીમાં હેલ્મેટનાં બદલે તપેલા પહેરી વિરોધ કર્યો

ગુજરાતમાં ટ્રાફિક નિયમોના લીધે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે પણ હવે 15 ઓક્ટોબર સુધી દસ્તાવેજો માટે મુદ્દત વધારી છે. ત્યારે લોકોમાં નવા કાયદાનો વિરોધ ભારે રોષમાં પરિણમ્યો છે. ટ્રાફિકનાં નવા નિયમનાં વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા RTO કચેરી ખાતે અનોખો વિરોધ કરવામા આવ્યો હતો. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત મહિલાઓએ RTO કચેરીમાં હેલ્મેટના બદલે તપેલા પહેરી વિરોધ કર્યો છે. આ સાથે જ મહિલાઓએ સ્કુટર પર બાળકોને બેસાડી અને રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. જેને લઈને પોલીસે 8 મહિલા કાર્યકર્તાની અટકાયત કરી છે. મહત્વનું છે કે છેલ્લા થોડાક દિવસોથી ટ્રાફિકનાં નવા નિયમોનો લોકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે મહિલા કોંગ્રેસે હેલ્મેટના બદલે તપેલા પહેરી વિરોધ નોંધાવ્યો છે.