મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2017 (12:23 IST)

વલસાડમાં રાત્રીના સમયે અંતરિયાળ વિસ્તારમાં અટકાયત કરાતા 300 આશા વર્કર અટવાઈ

સોમવારે ગુજરાત વિધાન સભામાં પગાર તેમજ અન્ય મુદ્દે રજૂઆત અને વિધાન સભાનો ઘેરાવ કરવા જતી વલસાડ જિલ્લાની 300થી વધુ આશાવર્કરોને પોલીસે અટકાવી દીધી હતી. પોલીસે તેમની 3 લક્ઝરી બસો ડિટેઇન કરતાં કપરાડાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓ રાત્રીએ અટવાઇ ગઇ હતી.  આશા વર્કરો દ્વારા સમગ્ર ગુજરાતમાં પગારના મુદ્દે ચળવળ ચાલી રહી છે. જેમાં કપરાડાની મહિલાઓ સક્રિય બની છે. આદિવાસી તાલુકા કપરાડાની 200 જેટલી આશા વર્કરો લક્ઝરી બસ કરી ગાંધીનગર જતી હોય છે.સોમવારે થનારા વિરોધ પ્રદર્શનમાં તેમની મોટી સંખ્યા રોકવાનો પ્લાન ગુજરાત સરકારે બનાવ્યો હતો. તેમણે આ મામલે વલસાડ પોલીસને જાણ કરતાં વલસાડની ધરમપુર પોલીસે તેમની 3 બસને ધરમપુરમાં ડિટેઇન કરી હતી. જેને લઇ કેટલીક આશા વર્કરો ખાનગી કારમાં વલસાડ પહોંચી હતી. વલસાડમાં પણ તેમની બસને પોલીસે આગળ જવા દીધી ન હતી. જેને લઇ કપરાડાથી આવેલી બહેનો મોટી સંખ્યામાં અટવાઇ ગઇ હતી.  કોઇ પણ કામદારને રોજનું રૂ. 280નું લઘુત્તમ વેતન મળે છે. આટલું વેતન અમને મળવું જ જોઇએ.