શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2017 (15:33 IST)

મોદીથી પ્રભાવિત થઈને કન્યાએ જાતે જ બનાવી ડીજિટલ કંકોત્રી. સોશિયલ મીડિયા દ્વારા કંકોત્રી વહેંચાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ડિજિટલ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને સાર્થક કરવા માટે રાજકોટના ગોવાણી પરિવાર પણ દાખલો બેસા઼ડ્યો છે. આ પરિવારની દીકરીના લગ્નની કંકોતરી કાગળમાંથી નહીં પણ ડિજીટલ બનાવડાવામાં આવી છે. ગોવાણી પરિવારે 700 જેટલા  સગા-સંબંધીઓને વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી મોકલી છે. આ કંકોત્રીનો આઇડિયા મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી પ્રભાવિત થઈને ગોકાણી પરિવારની દિકરી સ્નેહાએ જાતે બનાવડાવી છે. 

પ્રકાશભાઇએ ફેસબુકમાં પોસ્ટ કરતાં લખ્યું છે કે “SAVE PAPER, GO DIGITAL”ના કેમ્પેઇનથી પ્રભાવિત થઇને અમને ડિજીટલ કંકોત્રી તૈયાર કરવાનો યુનિક આઇડિયા આવ્યો  સગા-સંબંધીઓએ પણ ડિજિટલ કંકોતરીનો વીડિયો જોઇ ખુશ થઇ ગયા છે. લગ્નના બંધને બંધાવા જઇ રહેલી સ્નેહાએ ડિજિટલ આમંત્રણ ખુદ પોતાના લેપટોપ પર તૈયાર કર્યા છે. પ્રોસેસન, હસ્તમેળાપ અને ડીનરનું આમંત્રણ અલગ, સંગીત પાર્ટી અને ડીનરનું અલગ, મહેંદી રસમનું આમંત્રણ અલગ અને પ્રિવેડિંગ લંચનુ આમંત્રણ અલગ તૈયાર કરી સ્નેહાએ ‘સેવ પેપર, ગો ડિજિટલ’નું સૂત્ર આપ્યું છે. સ્નેહા આઇટી ક્ષેત્રમાં સ્નાતક થયેલ છે. મોદીના આધુનિક ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આ રીતે પોતાનું નાનુ એવું યોગદાન આપી સમાજને નવો રાહ ચિંધ્યો છે.