શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (12:55 IST)

મોદી પધાર્યા ગુજરાત. મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં ચરખો કાંત્યો, વૃક્ષારોપણ કર્યું

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. એરપોર્ટમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, નીતિન પટેલ અને  જીતુ વાઘાણીએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગાંધી આશ્રમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રદર્શન જોઈને ચરખો કાંત્યો હતો અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. મોદી ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની 150મી જન્મજયંતી પર્વ નિમિત્તે 150 રૂપિયાનો સિક્કો તેમજ ટપાલ ટિકિટ બહાર પાડશે. ગાંધી આશ્રમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીજીને પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા.

મોદીએ સંગ્રાહલય નીહાળીને વિઝિટર બુકમાં પોતાનો અનુભવ લખ્યો હતો. મોદીએ ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યા બાદ વૃક્ષારોપણ પણ કર્યું હતું.  એરપોર્ટ પર સંબોધન કરતાં પીએમ મોદીએ પાણીના મહત્વને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાણી એક મોટી સમસ્યા છે, ગુજરાતના લોકો પાણીના મહત્વને સમજ્યા છે. નર્મદા નદી સિદ્ધીથી સમૃદ્ધિની યાત્રા છે. ત્યારે ભાજપના નેતૃત્વમાં આવનાર દશકમાં ગુજરાત એક નવી ઊંચાઈએ પહોંચશે.'