ગુજરાતમાં સ્ત્રીઓ પર ત્રાસ અને દહેજની માંગણીમાં છ ગણો વધારો
જયારે ગુજરાતમાં ગર્વથી ‘સ્ત્રી સલામત’ની વાતો કરવામાં આવે છે ત્યારે પોલીસ અને ન્યાયતંત્ર એ વર્ષ 2017માં નોંધેલી ફરિયાદોમાં 2016 કરતા વધુ ફરિયાદો નોંધી છે કે જેમાં સાસરીયાઓ દ્વારા દહેજ તથા ત્રાસ માટે ન્યાય માંગવામાં આવ્યો હોય. જયારે સારી બાબત એ ગણી શકાય કે સ્ત્રીઓ સામેના અન્ય ગુનાઓમાં 9.8 ટકાનો ઘટાડો આ સમયગાળામાં નોંધાયો છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટ પ્રમાણે સ્ત્રીઓ સામેના અત્યાચારના ગુનાઓમાં વર્ષ 2016માં દેશના 29 રાજયોમાંથી ગુજરાત 16માં ક્રમે રહ્યું હતું. સીઆઈડીના અધિકારીના જણાવ્યા પ્રમાણે આઈપીસીની કલમ 498એ હેઠળ બે દહેજના કેસ સહિત કુલ 86 કેસો 2016માં નોંધાયા હતા.
જયારે 2017માં 656 કેસો નોંધાયા છે. બીજી બાજુએ 498એ સાથે આઈપીસીની અન્ય ધારાઓ મુજબ આજ ગાળામાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે.જયારે અન્ય બે કેટેગરીમાં જેમાં બળજબરી અને બળાત્કારના કેસમાં 6 ટકા વધારો નોંધાયો છે.સીઆઈડીના એડીજીપી અનીલ પ્રથમે જણાવ્યું છે કે આ સિવાયના સ્ત્રીર્ઓ પરના અન્ય ગુનાઓની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે તેનું કારણ બાળકો અને સ્ત્રીઓ માટે ચિત્ર બનીને આ પ્રકારના ગુનાઓને ગંભીરતાથી લઈ પોલીસે પણ સંવેદનશીલ કેસોમાં નિયમિત ફરજ બજાવી છે. કેટલાક નિષ્ણાંતો જણાવે છે કે સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જયારે મીના જગતાપ નામના મહિલા વકીલ જણાવે છે કે સ્ત્રીઓ પહેલાના સમય કરતા વધારે આત્મનિર્ભર બની રહી છે ત્યારે તેના કારણે આ પ્રકારની ફરિયાદોની સંખ્યામાં વધારો થયો છે. માત્ર દહેજની માંગ જ નહીં અન્ય સ્ત્રી સામેના અત્યાચારોમાં સમાજની માનસિકતા છતી થાય છે. હું માનું છું કે નોંધાયા વિનાના કેસોનો આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.મહિલા માટેની હેલ્પલાઈન 181ના કારણે પણ ગત વર્ષની સરખામણીએ 10 ટકા ફરિયાદો વધુ થઈ છે. અભયમના ઈએઆરઆઈ ગુજરાતની જવાબદારી સંભાળી રહેલા જસવંત પ્રજાપતિ જણાવે છે કે હેલ્પલાઈનમાં થઈ રહેલા વધુ ફોનનો આંકડો આમ જનતામાં અધિકાર માટે જાગૃતિ સૂચવે છે.