શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 માર્ચ 2018 (13:26 IST)

બોટાદ અકસ્માત : વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી

ભાવનગરના બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં 30 જેટલા જાનૈયાઓના મોત નિપજ્યાં છે. આટલા મોટા અકસ્માતને કારણે આખા ગુજરાતમાં ચકચાર જામી  છે ત્યારે વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર અકસ્માત અંગે ટ્વીટ કરીને આ દુ:ખમાં સહભાગી બન્યા છે. આજે મંગળવારનો દિવસ ભારે અમંગળ સાબિત થયો છે. ભાવનગરમાં રંધોળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં જાનૈયાઓ ભરીને લઈને જઇ રહેલો જીજે14 ટી 4946 નંબરનો ટ્રક એકાએક બ્રીજ પરથી નીચે ખાબક્યો હતો. જેના પગલે અકસ્માતમાં 30 જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતમાં વરરાજાના માતાપિતાના મોત થયાં છે તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં કલેક્ટરે 26થી વધુના મોતની પુષ્ટિ કરી છે અને બાકીના લોકોને ભારે ઇજા પહોંચી છે. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતા છે.