શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (14:25 IST)

ગુજરાતમાં ભણસાલીની પદ્માવત લીક થઈ, લોકો મોબાઈલથી ધડાધડ શેર કરી રહ્યાં છે

સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ ગુજરાતમાં ભલે રિલીઝ ન થઈ શકી હોય, પરંતુ આ ફિલ્મની પાઈરેટેડ કોપી સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મને એક ઓનલાઈન પ્લેટફોર્મ પર બતાવાઈ હતી, અને ત્યારથી જ ફિલ્મની પાઈરેટેડ કોપી ધડાધડ શેર થઈ રહી છે. એક ફોનથી બીજા ફોનમાં આ ફિલ્મની કોપીને ટ્રાન્સફર કરાઈ રહી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી.આ ફિલ્મની પાઈરેટેડ કોપી પણ એચડી ક્વોલિટીની છે, અને તેના સાઉન્ડની ક્વોલિટી પણ ખૂબ જ સારી છે. ગુજરાતમાં આ ફિલ્મ લીક થવાના મામલે હજુ સુધી પાઈરસીના આરોપ હેઠળ કોઈ ફરિયાદ નથી

નોંધાવાઈ.બોલિવુડની મોટાભાગની ફિલ્મો રિલીઝ થાય તેના ગણતરીના દિવસોમાં જ તેની પાઈરેટેડ કોપીઓ માર્કેટમાં આવી જતી હોય છે. જોકે, આવી પાઈરેટેડ કોપી મોટાભાગે થિયેટરમાં મૂવી ચાલી રહ્યું હોય ત્યારે તેનું વીડિયો કેમેરાથી શૂટ કરીને બનાવવામાં આવી હોય છે, જેમાં સાઉન્ડ પણ સારો નથી હોતો. પરંતુ પદ્માવતની જે કોપી લીક થઈ રહી છે તેની પાઈરસી આ રીતે નથી થઈ.આ ફિલ્મ ગુજરાતના થિયેટરોમાં તો રિલીઝ થઈ જ નહોતી. તેવામાં અહીંના કોઈ થિયેટરમાં શૂટ કરી તેને લીક કરવાનો સવાલ જ નથી. જોકે, આ કોપી થિયેટરમાં શૂટ કરાયેલી નથી, તેવામાં સવાલ એ છે કે આખરે આ ફિલ્મ કઈ રીતે લીક થઈ? પાઈરેટેડ કોપીની ક્વોલિટી જોતા કોઈ ભેજાબાજે ઈન્ટરનેટ પરથી કોઈ ટૂલનો ઉપયોગ કરી વીડિયો સ્ટ્રિમિંગ એપ પરથી તેની કોપી મારી હોય તે શક્ય છે.