મંગળવાર, 22 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (13:25 IST)

ગુજરાતમાં સ્કૂલોમાં ઉનાળુ વેકેશન ૪ જૂનથી લંબાવી ૧૦ જૂન કરાયું

ગુજરાત શિક્ષણ બોર્ડે આજે પરિપત્ર કરીને સ્કૂલોમા ઉનાળુ વેેકેશનમાં ફેરફાર કર્યો છે.અગાઉ બોર્ડના કેલેન્ડર મુજબ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થનાર હતુ જે હવે ૭મેથી શરૃ થશે જ્યારે નવુ શૈક્ષણિક સત્ર ૧૧ જુને શરૃ થશે.જો કે વાલીઓમાં એવી પણ ફરિયાદ કે બોર્ડે ભારે ગરમીને લીધે ઉનાળુ વેકેશનના દિવસો વધારવા જોઈએ પરંતુ તેના બદલે માત્ર તારીખમાં ફેરફાર કરાયો છે અને હવે વિદ્યાર્થીઓને મેમા વધુ સાત દિવસ સ્કૂલે જવુ પડશે.

ગુજરાત શિક્ષણ બોર્ડે આજે તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને ઉનાળુ વેકેશનના તારીખમાં ફેરફાર કરવા જણાવ્યુ છે.જે મુજબ અગાઉ તારીખ ૧લીમેથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વેકેશન પડનાર હતુ પરંતુ હવે ૧લીમે ને બદલે ૭મીએ ઉનાળુ વેકેશન શરૃ થશે. જ્યારે ૪થી જુન સુધી ઉનાળુ વેકેશન આપવામા આવ્યુ હતુ પરંતુ તેના બદલે ૧૦ જુન સુધીનું ઉનાળુ વેકેશન રહેશે અને ૧૧ જુને તમામ સ્કૂુલોમાં ૨૦૧૮-૧૯નું શૈક્ષણિક વર્ષ શરૃ થશે.ઉનાળુ વેકેશન સ્કલોમાં ૩૫ દિવસનું જ આપવામા આવે છે જેથી ઉનાળુ વેકેશનના દિવસોમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ તાજેતરમાં મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં ગરમીને લઈને બાળકોને હેરાન ન થવુ પડે તે માટે ઉનાળુ વેકેશન ફેરવવા ઠરાવ કરાયો હતો અને જેને લઈને તારીખ ફેરવવામાં આવી છે.મહત્વનું છે કે આ વર્ષે મે-જુનમાં ભારે ગરમી પડવાની છે તેવુ હવામાન ખાતાના નિષ્ણાંતો પણ માની રહ્યા છે જેથી ઉનાળુ વેકેશન મોડુ પુરુ થતા બાળકોને ઘણી રાહત મળશે.