શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 મે 2018 (14:36 IST)

ભાવનગરમાં ખતરનાક વેપન્સ સહિત 200 કારતૂસ મળતાં પોલીસ તંત્રમાં ખળભળાટ

ભાવનગરનાં તળાજા નજીક આવેલા ભૂંગર ગામના તળાવમાંથી 200 જેટલાં જીવતા કારતૂસ મળી આવ્યા છે. જેમા પિસ્તોલ, રિવોલવર અને 200 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે. આ મામલામાં પોલીસ દ્વારા જીણવટ પૂર્વક તપાસ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરનાં તળાજા ગામની ટીમમાં આવેલા તળાવનાં કાદવમાંથી લગભગ 200 જેટલા જીવતા કારતુસ અલગ-અલગ વેપનનાં મળવાનો પ્રથમ બનાવ છે. આ ઘટના ગઇ કાલે રાત્દા ડાખા પોલીસને બાતમી મળી હતી અને બાતમીનાં આધારે ડાખા પોલીસની સમગ્ર ટીમે તળાવની અંદર ખુબ જ શોધખોળ કરી હતી અને દરમિયાન પોલીસને તળાવનાં કાદવ-કિચડમાં આ કારતુસો મળી આવ્યા હતાં. સમગ્ર ગુજરાતમાં આટલી મોટી માત્રામાં જીવતા કારતૂસો મળી આવવાની આ સૌથી મોટી ઘટના છે. અત્યારે હાલમાં આ મામલામાં સમગ્ર ભાવનગરની પોલીસ કામે લાગી છે. સાથે જ ભાવનગર જિલ્લાની પોલીસની સાથે અન્ય જિલ્લાની પોલીસ પણ આ તપાસમાં જોડાય તેવી શક્યતાઓ છે.