શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 મે 2018 (14:32 IST)

2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન હકીકત બની જશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે ચાલતી ડૉ. એ.એન. ખોસલા લેક્ચર સિરીઝના ભાગરૂપે શનિવારે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેનું વ્યાખ્યાન યોજાયું હતું. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે તેમણે વાત કરી. આઇઆઇટી રૂરકી એલ્મની એસોસિએશનના અમદાવાદ ચેપ્ટર યોજિત આ લેક્ચરમાં અચલ ખરેએ આ પ્રોજેક્ટના શરૂઆતના તબક્કામાં થઇ રહેલા સરવેમાં થતાં પ્રયત્નો અને એન્જિનિયરિંગ સામેના પડકારો વિશે વાત કરી હતી. 

તેમણે જણાવ્યું કે, 2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન હકીકત બની જશે, જે એન્જિનિયરિંગ ક્ષેત્રની શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. ઉપરાંત, તેમણે આ પ્રકારના પ્રોજેક્ટમાં જોડાવા માટે એન્જિનિયરિંગ ક્ષેત્રના ઇનોવેટર્સ અને રિસર્ચસે શું કરવું જોઇએ તેની સલાહ પણ આપી હતી. અચલ ખરે રૂરકી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, તેમજ ભાખરા નાંગલ ડેમ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરી ચુક્યા છે. આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર તેમજ આઇઆઇટીઆરએના પ્રેસિડેન્ટ ડૉ. સુધીર જૈને અચલ ખરેનું સન્માન કર્યા બાદ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, સમાજને અને દેશને લાભ થાય તે માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે વધુ જોશપૂર્વક આગળ વધી શકે તેવી તકો વધવી જોઇએ.