રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (13:06 IST)

બે દિવસમાં ખેડૂતો માટે સરકાર કરશે મોટી જાહેરાત, નીતિન પટેલનો ખુલાસો

આજે ભલે કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ને આક્રોશ રેલી યોજી હોય અને વિધાનસભાનો ઘેરાવ કરે પરંતુ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસની આક્રોશ રેલી પર સવાલ ઉઠાવ્યો છે. તો સાથે જ બે દિવસ બાદ ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરશે તેમ નીતિન પટેલે કહ્યુ છે.તેઓએ કહ્યુ છે કે, આજથી બે દિવસ માટે વિધાનસભા સત્ર શરૂ થયુ છે. ત્યારે સત્ર પૂર્ણ થયા બાદ ખેડૂતોના હિતમાં મહત્વની જાહેરાત થશે. નીતિન પટેલે ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયે ખેડૂતોની સ્થિતિને યાદ કરી હતી. તેઓએ કહ્યુ કે છેલ્લા 22 વર્ષમાં ક્યારેય પણ ખેડૂતો પર ભાજપ સરકારે લાઠીચાર્જ કર્યો નથી અને આજે જે આક્રોશ રેલી છે.તે ખેડૂતોનો આક્રોશ નથી. પરંતુ કોંગ્રેસનો આક્રોશ છે. કારણે કે, વિધાનસભા ચૂંટણી સમયે ધમપછાડા કર્યા છતાં સત્તા ન મળી નથી.