શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 3 માર્ચ 2024 (17:33 IST)

ચૂંટણી પહેલા નીતિન પટેલનો મોટો ધડાકો

nitin patel
Nitin Patel- એક તરફ ભાજપે 15 ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે . ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે.
 
પૂર્વ નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી કે, તેઓ લોકસભા ચૂંટણી નહિ લડે
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વારાણસીથી ચૂંટણી લડશે.
 
કચ્છથી વિનોદભાઈ ચાવડા, બનાસકાંઠાથી ડૉ. રેખાબહેન ચૌધરી, પાટણથી ભરતસિંહજી ડાભી, અમદાવાદ પશ્ચિમથી દિનેશભાઈ મકવાણા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમબહેન માડમ, આણંદથી મીતેશભાઈ રમેશભાઈ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલ જાધવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા અને બારડોલીથી પ્રભુભાઈ વસાવાનાં નામની જાહેરાત કરાઈ છે.
 
ભાજપની પહેલી યાદીમાં ગુજરાતની 15 બેઠકો પરથી જાહેર થયેલાં નામમાં ભાજપના હાલના પાંચ સાંસદોની ટિકિટ કપાઈ છે.