રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2017 (22:46 IST)

ગુજરાતનાં સુપ્રસિદ્ધ હાસ્યલેખક તારક મહેતાના નશ્વર દેહનું દાન કર્યુ, દેશ-વિદેશના ચાહકોમાં શોકની લાગણી

ગુજરાતનાં સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને ચિત્રલેખા સાપ્તાહિકમાં વર્ષો સુધી દુનિયાને ઉંધા ચશ્મા નામના લેખ લખનારા પદ્મશ્રી તારક મહેતાનું આજે સવારે 9 વાગ્યે અમદાવાદ ખાતે આંબાવાડીમાં આવેલ નિવાસસ્થાને નિધન થતાં તેમના દેશ-વિદેશના ચાહકોમાં શોકની લાગણી ફેરવવા પામી છે.  તારક મહેતાએ 10 વર્ષ પહેલાં જ પોતાના દેહના સદઉયોગ માટે દેહદાનનું ફોર્મ ભર્યું હતું. જેના પગલે તેમના પરિવારે આજે વી.એસ.હોસ્પિટલમાં તેમના નશ્વર દેહનું દાન કરવામાં આવ્યું છે.  સ્વર્ગસ્થ તારકભાઈ મહેતાના નિધનના સમાચાર મળતા જ અમદાવાદમાં તમામ ક્ષેત્રના આગેવાનો અમદાવાદમાં આવેલ તેમના નિવાસસ્થાને પહોંચી તેમના ધર્મપત્નિ ઈન્દુબેનને હિમ્મત અને આશ્વાસન આપ્યુ હતું. સ્વર્ગસ્થ દ્વારા દેહદાન કરવામાં આવ્યુ હોવાથી પ્રતિકાત્મકરૂપે તેમને બપોરે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
 
વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તારક મહેતાને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે તારક મહેતાના લખાણમાં ભારતની વિવિધતામાં એક્તાની ઝલક જોવા મળે છે. ટપ્પુ સહિતના અનેક ચરિત્રો લોકોના દિલ અને દિમાગમાં ફીટ થઈ ગયા છે.
 
 સ્વર્ગસ્થ તારક મહેતાની તાજેતરમાં જ ગુજરાત સરકારે બહુમૂલ્ય એવોર્ડથી નવાજ્યા હતા. આ અગાઉ તેઓને પદ્મશ્રી એવોર્ડ પણ બાલ સરકાર દ્વારા ગતવર્ષ આપવામાં આવ્યો હતો. ચાર દાયકાથી વધુ સમયથી હાસ્યલેખ લખતા તારકભાઈ ઘણા વર્ષોથી અસ્થમાની બિમારીને કારણે મુંબઈનું હવામાન તેમને અનુ કૂળ આવતુ ન હોવાથી અમદાવાદ શીફટ થઈ ગયા હતા. 
 
સબ ટીવી પર પ્રસારીત થતી આસીત કુમાર મોદીની લોકપ્રિય સિરીયલ ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' સિરીયલ પણ તારક મહેતાની સુપ્રસિદ્ધ દુનિયાના ઉંધા ચશ્મા પરથી જ પ્રેરણા લઈ બનાવવામાં આવી હતી. શરૂઆતમાં તેમને પુસ્તકના હકો અન્યને અપાયા બાદ આસીતભાઈ મોદીને મળ્યા હતા. 2015માં તારક મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સમ્માન પણ કરવામાં આવ્યું હતું. આસીતભાઈ મોદી તથા સમગ્ર ટીમ અને રાજકોટથી તેમના શુભેચ્છકો અને અમદાવાદના પૂનમબેન લાલાણી તથા દર્શકભાઈ લાલાણી તેમની નાદુરસ્ત તબિયતને ધ્યાને લઈ સતત તેમના સંપર્કમાં રહેતા હતા. સ્વ. તારકભાઈ મહેતાની સંતાનમાં એક માત્ર પુત્રી એવા ઈશાનીબેન અમેરીકા રહે છે.