રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ. , શનિવાર, 21 ડિસેમ્બર 2024 (15:06 IST)

પાર્સલમાં બ્લાસ્ટ થતા મચ્યો હડકંપ, ડિલીવરી કરનારો અને લેનાર બંને ઘાયલ

sabarmati
sabarmati
 અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાથી હડકંપ મચી ગયો. પાર્સલ ડિલીવરી કરનારો અને પાર્સલ લેનાર બંને ઘાયલ થઈ ગયા. ઘટના શનિવાર સવારે લગભગ 10.30 વાગે શિવમ રો હાઉસમાં થઈ.  પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ ડિલિવર કરનાર અને પાર્સલ રિસીવર બંને ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાં બેટરીમાં વિસ્ફોટ થયો હતો. પાર્સલ બ્લાસ્ટના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
 
આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
 
પોલીસ અધિકારી નીરજ કુમાર બારગુર્જરે જણાવ્યું હતું કે ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ સાબરમતીમાં બલદેવના ઘરે આવ્યો હતો અને એક પાર્સલ આપ્યું હતું જે ફાટ્યું હતું. આરોપી ગૌરવ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. બંને વચ્ચે આંતરિક ઝઘડો થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, એફએસએલ ઘટનાસ્થળે હાજર છે.

 
પાર્સલમાં હતી આ વસ્તુઓ 
પોલીસે જણાવ્યું કે આરોપી પાર્સલ તૈયાર કરીને લાવ્યો હતો. પાર્સલમાં બ્લેડ અને ઈલેક્ટ્રોનિક સ્વીચો પણ હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. સાબરમતી પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ગૌરવ ગઢવી તરીકે થઈ હતી, જે અહીં બળદેવભાઈને પાર્સલ પહોંચાડવા આવ્યો હતો. જોકે, ડિલિવરી દરમિયાન પાર્સલ ફાટતાં બળદેવભાઈના ભાઈ કિરીટ સુખડિયા અને ગઢવીને ઈજા થઈ હતી.
 
પોલીસ તપાસમાં જોડાઈ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગત પારિવારિક વિવાદનું પરિણામ છે. વિસ્ફોટમાં દારૂના કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. વિસ્ફોટને અંજામ આપવામાં સામેલ લોકોના નામની ઓળખ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.