શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 28 મે 2019 (17:32 IST)

ગુજરાતમાં પરેશ ધાનાણીએ આપ્યુ રાજીનામુ, દસથી વધુ ધારાસભ્ય પાર્ટી છોડવા તૈયાર

લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં કોંગ્રેસની હાર પછી પરેશ ધાનાણીએ વિપક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.  
 
આ દરમિયાન ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના લોકસભા ચૂંટણી જીત્યા પછી હવે તેમના રાજ્યસભામાંથી રાજીનામુ આપતા પહેલા જ ભાજપાએ ચૂંટણી રણનીતિપર કામ કરવુ શરૂ કરી દીધુ છે. બંને સીટ જીતવા માટે ભાજપાને સાત સભ્યોની જરૂર છે. જેની જોડ તોડ શરૂ તહી ગઈ છે. અલ્પેશ ઠાકોર પોતાના ચાર સમર્થક ધારાસભ્યોની સાથે ભાજપામાં સામેલ થવા તૈયાર બેસ્યા છે. 
 
બીજી બાજુ પરેશ ધાનાણીએ આજે વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપ્યા બાદ પરેશ ધાનાણીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીના નબળા પરિણામો આવતા રાજીનામું આપ્યું છે. અન્ય યુવા ચહેરાને વિપક્ષનાં નેતા બનાવવા માટે પણ ધાનાણીએ રજૂઆત કરી છે.
 
ત્યાં જ લોકસભામાં કોંગ્રેસની હાર બાદ યુવાનો ભારે રોષે ભરાયા છે અને કોંગી કાર્યકરોએ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અને સવાલ કરી રહ્યા છે કે. રાહુલ ગાંધી રાજીનામું આપતા હોય તો અમિત ચાવડા કેમ નહીં? ત્યાં જ કાર્યકરોએ અમિત ચાવડા પર પોતાના સગા સંબંધીઓને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા કાર્યકરોની વચ્ચે ન આવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.