ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 5 ઑગસ્ટ 2019 (17:33 IST)

આર્ટિકલ 370 અને 35-A હટતા ગુજરાતવાસીઓએ કરી ઉજવણી

રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A હટાવતા ગુજરાતવાસીઓમાં ખશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતની જનતા દ્વારા સરકારના આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ક્યાંક ફટાકડા ફોડી તેમજ મિઠાઇ વહેંચીને ઉજવણી કરવામાં આવી છે.
 
અમદાવાદમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે સ્થાનિક લોકો દ્વારા ફટાકડા ફોડી તેમજ સાથે સાથે બેનરો અને ધ્વજ સાથે પીએમ મોદી સરકાર અને અમિત શાહને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો રંગીલા રાજકોટ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર ભાજપના કાર્યકર્તા દ્વારા ફોડી કરી ઉજવણી કરી છે. તો બીજી તરફ ગોંડલના જેલચોક ખાતે લોકોએ રાષ્ટ્રધ્વજ સાથે રાખીને રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
 
આર્ટિકલ 370 હટાવવામાં આવતા વડોદરાવાસીઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. સુરતીઓએ ઉત્સાહ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરી અને મોદી સરકારનો આભાર માની કહ્યું આઝાદી બાદ સૌથી મોટો નિર્ણય છે. અરવલ્લી જિલ્લામાં એકબીજાને મિઠાઇ ખવડાવી સાથે સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ભરૂચના રહીશોએ કાશ્મીર હમારા હૈ અને વંદે માતરમના નારા લગાવ્યા છે