બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (13:30 IST)

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી સારવાર અર્થે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ

prahlad modi
વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્રહલાદ મોદીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈ-બહેનમાંના પ્રહલાદ મોદી ચોથા નંબરે આવે છે. પ્રહલાદ મોદી અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને  ટાયરનો શોરૂમ પણ છે.પીએમ મોદીને એક બહેન અને 4 ભાઈ છે. સોમાભાઈ મોદી, અમૃતભાઈ મોદી, પંકજભાઈ મોદી, પ્રહલાદભાઈ મોદી અને બહેન વાસંતીબેન મોદી. સોમાભાઈ મોદી આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા પીએમના મોટા ભાઈ છે.

પીએમ મોદીના બીજા મોટા ભાઈ અમૃત મોદી એક ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા, જે હવે નિવૃત્તિ થઇ ગયા છે.પીએમ મોદી તેમના ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. તે બાદ પ્રહલાદ મોદી ચોથા નંબરે આવે છે, જેમને હાલ સ્વાસ્થ્ય સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંકજ મોદી પીએમ મોદીના સૌથી નાના ભાઈ છે.