Junagadh News - જૂનાગઢમાં દરગાહ પર નોટિસે મચાવ્યો હંગામો, ટોળાએ પોલીસ પર હુમલો કર્યો
police public clash after notice pasted on the dargah in Junagadh
જૂનાગઢમાં ધાર્મિક સ્થળ (દરગાહ)ને નોટિસ આપવાને લઈને હંગામો થયો છે. દરગાહ પર નોટિસ ચોંટાડ્યા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા અને ભીડમાં આવેલા કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. બીજી તરફ મજેવડી ચોકમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી, પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હતી. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
પોલીસ સાથે ભીડની અથડામણ, મચી ગયો હંગામો
વાસ્તવમાં મજેવડી ગેટની સામે ધાર્મિક સ્થળને ગેરકાયદેસર બાંધકામ ગણાવીને ડિમોલિશનની નોટિસ મુકવા મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ ચોંટાડ્યા પછી, તેને વાંચીને, દરગાહની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો જેમાં એક Dy SP અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા.
આથી સ્થિતી વણસે નહીં એ માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, મોડી રાત્રે ટોળું બેકાબુ બન્યું હતું. અને પોલીસ, એસટી બસ, પીજીવીસીએલના વાહનો સહિતની તોડફોડ શરૂ કરી દીધી હતી. આથી પોલીસે બળપ્રયોગ શરૂ કર્યો હતો. જોકે, ટોળાંએ રસ્તા પરની મોટરસાઇકલો સળગાવી દીધી હતી. આ બનાવમાં એક ડિવાયએસપી અને ચાર પીએસઆઇ ઘાયલ થયા હતા.
police public clash after notice pasted on the dargah in Junagadh
મનપાએ આપેલી નોટિસ - જૂનાગઢ મનપા દ્વારા આજે બપોર બાદ દરગાહ પર નોટિસ ચોંટાડવામાં આવી જેને પગલે મામલો બિચક્યો હતો