સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2023 (13:02 IST)

પ્રજ્ઞેશ પટેલે દીકરા તથ્ય પટેલનો કર્યો બચાવ, લોકોએ મારા દીકરાને બહુ માર્યો હતો

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસની નજર હેઠળ તથ્ય પટેલની સારવાર ચાલી રહી છે. આરોપી તથ્ય પટેલની સામે માનવવધનો ગુનો નોંધાયો છે. ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં તથ્યની પોલીસ ધરપકડ કરશે.  આ વચ્ચે નબિરાના પિતા પ્રજ્ઞેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. નબિરા તથ્ય પટેલના પિતા અને વકીલે માનવતા નેવે મુકી છે. 

પ્રજ્ઞેશ પટેલે દીકરાનો બચાવ કરતા જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં હું ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા, એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો હતો. તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું.   પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે, તથ્ય ઘરેથી 11 વાગ્યે કેફેમાં જવા માટે નીકળો હતો, અકસ્માત સમયે ગાડીમાં તેના મિત્રો હતો. જેમાં ત્રણ યુવતીઓ હતી, તે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવવા તૈયાર છે. પોલીસનો ફોન આવશે ત્યારે તેઓ પોલીસ સ્ટેશન આવશે.આરોપીના વકીલે નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. તેમણે જણાવ્યું કે ગાડીની સ્પીડ 160ની નહોતી, રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થયું હતું, લાઈવ ટ્રાફિક હતું અને વરસાદ પણ ચાલું હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. તપાસમાં બધું સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ.