ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (15:09 IST)

નવસારીના ચીખલી ફડવેલ માર્ગ બે એસટી બસ વચ્ચે અક્સ્માત

બે એસટી બસ વચ્ચે અક્સ્માત - નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બસ સામસામે ભટકાઈ બન્ને બસએસટીની છે. બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યુ છે
 
નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યુ થયુ છે અને 25 થી વધારે લોકો ઘાયલ થવાના સમાચાર છે. ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થતા બસચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે
 
નવસારીના ચીખલી ખાતે ગામના વળાંક પાસે  સવારે છ થી સાડા છ ની વચ્ચે બે બસો વચ્ચે અકસ્માત સર્જવાની ઘટના બની છે. જોકે આ અકસ્માત કયા કારણસર થયો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ગમખ્વાર અકસ્માતમાં મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિનમાં કચડાઈ ગયો હતો .  જેમાં મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિન માં ચગદાઈ ગયો હતો જેને ટ્રેકટર વડે બહાર કાઢી સારવાર અર્થે ખસેડતા મોત નીપજ્યું હતું.