1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 24 જૂન 2021 (09:24 IST)

ગુજરાતમાં 15 ઓગસ્ટથી ઓનલાઇન શિક્ષણમાંથી મળશે આઝાદી, સ્કૂલો શરૂ કરવાની તૈયારી

હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ છે અને હવે દરરોજ લગભગ 150થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. સાથે જ ધંધા રોજગાર પર પાટા પર આવી રહ્યા છે. આ પ્રકારે રાજ્ય હવે પૂર્ણ અનલોક તરફ આગળ વધી રહ્યું છે. તેના લીધે હવે શિક્ષણને પણ અનલોક કરવા માટે 15 ઓગસ્ટથી સ્કૂલો ખોલવાની કવાયદ શરૂ કરવામાં આવી રહી છે. 
 
ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પ્રારંભિક ચર્ચા થઇ. કેંદ્ર સરકારે તમામ રાજ્યોમાંથી ઓફલાઇન સ્કૂલો શરૂ કરવાને લઇને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેના હેઠળ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 સુધીની સ્કૂલોને ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 
 
આ સંબંધમાં એક નવી એસઓપી પણ તૈયાર કરવામાં આવી રહી છે અને તેના માટે સ્કૂલ સંચાલકોની ભલામણો અને માર્ગદર્શન મંગાવ્યું છે. જલદી જ સ્કૂલ સંચાલકો પોતાનો રિપોર્ટ આપી શકે છે. 
 
હાલની સ્થિતિને જોતાં આશા છે કે જુલાઇ મહિના સુધી 12 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સીન આવી શકે છે. જો આમ થશે તો જુલાઇથી જ સ્કૂલોમાં વેક્સીનેશનની શરૂઆત કરી દેવામાં આવશે અને ત્યારબાદ પ્રોટોકોલ હેઠળ સ્કૂલ શરૂ કરવામાં આવશે. 
 
તમને જણાવી દઇએ કે ગુજરાતમાં 16 માર્ચ 2020 થી સ્કૂલ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફેબ્રુઆરીમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં આવી હતી, પરંતુ એક મહિના બાદ કોરોનાની બીજી લહેર આવી ગઇ હતી. જેથી ફરીથી સ્કૂલો બંધ કરવી પડી હતી. ધોરણ 10 અને 12ના બાળકોને પરીક્ષામાં પાસ પ્રમોશન આપવામાં આવ્યું છે.