ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2017 (13:28 IST)

16-17 એપ્રિલે પીએમ મોદી છે ગુજરાતમાં, આ રહ્યો 2 દિવસનો કાર્યક્રમ

આગામી 16 અને 17 એપ્રિલના રોજ પીએમ મોદી ગુજરાતમાં આવી રહ્યાં છે. ત્યારે મોદીના સ્વાગત માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની 11મી મુલાકાત છે. ત્યારે નરેન્દ્ર મોદીનો બે દિવસ ગુજરાત પ્રવાસ અત્યંત વ્યસ્ત છે.

પીએમ મોદીના કાર્યક્રમો પર એક નજર કરીએ તો, PM મોદી આગામી 16 એપ્રિલાના રોજ સુરત આવશે. સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન થશે. જ્યાં CM સહિતના પદાધીકારીઓ મોદીનું સ્વાગત કરશે. તો સાંજે 15 હજાર બાઇક સાથે PM એરપોર્ટથી સર્કીટ હાઉસ pસુધી 8 કિલોમીટરનો રોડ શો કરશે. રોડ શો પૂર્ણ થયા બાદ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે, અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. 
તારીખ 17 એપ્રિલે સવારે મોદી 8.30 કલાકે કતારગામ ખાતે કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન બાદ પીએમ મોદી સભાને સંબોધન કરશે. ત્યાર બાદ હેલિકોપ્ટરના માધ્યમથી તાપી જિલ્લાના બાજીપરા ખાતે પહોંચશે, અને 11 વાગ્યે સુમુલના નવા સાકાર પ્લાન્ટને ખુલ્લો મુકશે, અને ત્યારબાદ 12 વાગ્યે 3 લાખ મહિલાઓની જનમેદનીને સંબોધન કરશે.
 તો પીએ મોદી 2.30 વાગ્યે સેલવાસ પહોંચશે, અને સેલવાસમાં કેન્દ્ર સરકારની યોજનના 21 હજારથી વધુ લાભાર્થીઓને લાભો એનાયત કરશે. ત્યાર બાદ જાહેરસભાને સંબોધન કરશે, અને 4 વાગ્યે બોટાદ જવા રવાના થશે. અને 5 વાગ્યે મોદી બોટાદ પહોંચશે, જ્યાં ક્રિશ્નાસાગર તળાવ અને ભીમાળાજ ડેમમાં નર્મદાનું પાણી છોડશે. ત્યાર બાદ વિશાળ જનસભાને સંબોધન કરશે, અને ત્યાર બાદ 6 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.