શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (11:51 IST)

ગુજરાતમાં પુજારી ગેંગનો તરખાટ - કોંગ્રેસના ચાર ધારાસભ્યોને ધમકીભર્યા ફોનને પગલે ખળભળાટ

ડોન રવિ પુજારીનો અમદાવાદ સહિત ગુજરાતભરમાં ખૌફ વધી રહ્યો છે. અનેક બિલ્ડરો અને બિઝનેસમેનોને ખંડણી માટે ધમકી આપનારા રવિ પુજારીએ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સહિત ચાર ધારાસભ્યોને ધમકીભર્યા ફોન કરતા ચકચાર સાથે ભયનો માહોલ સર્જાયો છે. બીજીતરફ રવિ પુજારીના નામે કોઈ ભેજાબાજે ફોન કર્યા છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જો કોઈ ધારાસભ્યએ ફોન ટેપ કર્યા હશે તો પોલીસ રવિ પુજારીના વોઈસ સેમ્પલ સાથે તેને મેચ કરી અવાજ ખરેખર કોનો છે તે જાણી આગળની તપાસ હાથ ધરશે.બીજીતરફ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ ધારાસભ્યોને પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી હતી


જેમને ધમકી મળી છે તે કોંગ્રેસના ચાર દારાસભ્યોમાં સી.કે.રાઊલજી, અમીત ચાવડા, શક્તિસિંહ હોગિલ, મેરામણ ગોરિયા અને કોૅગ્રેસના પ્રભારી ગુરૃદાસ કામતનો સમાવેશ થાય છે. રવિ પુજારીએ વેપારીઓ અને બિઝનેસમેનો બાદ હવે રાજકારણીઓને નિશાન બનાવવાનું શર કર્યું હોય તેમ જમાઈ રહ્યું છે. પુજારીએ સી.કે.રાઊલ પાસે ૧૦ કરોડની ખંડણી માંગી હતી અને ન આપેતો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમિત ચાવડાને પણ પુજારીએ ખતમ કરી નાંખવાની ધમકી આપી હતી. તે સિવાય શક્તિસિંહ ગોહિલ, મેરામણ ગોરીયા અને ગુરૃદાસ કામતને પણ તેણે ધમકી આપી હતી. પુજારીએ કેટલાકને મેસેજ પાઠવીને પણ ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ તમામ દારાસભ્યોએ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોધાવવામાં આવી હોવાનું કહેવાય છે. પ્રાથમિક તપાસમાં રવિ પુજારી દ્રારા અલ્જીરીયા, ક્રોએશિયા, બોલિવીયા, તૂર્કી, ભૂતાન અને પાકિસ્તાનથી ધમકીભર્યા ફોન આવતા હોવાનું બહાર આવ્યું છે. અગાઊ ૧૩.૧.૨૦૧૭ નાં રોજ બોરસદમાં અપક્ષ કાઊન્સિલર તરીકે ચુટાયેલા પ્રજ્ઞોશ પટેલ પર આણંદ ચોકડી નજીક બાઈક પર આવેલા પુજારીના શાર્પ શૂટરોએ ફાયરિંગ કરતા તે ઈજાગ્રસ્ત થયા હતા. ગુજરાત એટીએસએ આ કેસમાં ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. કોંગ્રેસના ચાર ધારાસભ્યોને ધમકીભર્યા ફોનને પગલે રવિ પુજારીના નામે કોઈ દઙેશત ફેલાવી રહ્યું છે કે કેમ તેની પણ ચર્ચા ચાલી રહી છે. ધમકીભર્યા ફોન અને મેસેજને પગલે આ કોઈ ભેજાબાજનું ષડયંત્ર હોવાની પણ શંકા સેવાઈ રહી છે. જો આ ધારાસભ્યોએ તેમને મળેલા ફોન ટેપ કર્યા હશે તો પોલીસ રવિ પુજારીના વોઈસ સેમ્પલ સાથે તેને મેચ કરશે, એમ ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ.કે.જી.ચૌધરીએ જણાવ્યું હતું.

રવિ પુજારીનો ખંડણી માટે ધમકીભર્યા ફોનનો આંક ૧૦ ઊપર પહોંચ્યો
૧. પરેશ પટેલ (અમદાવાદ) ૫ કરોડથી વધુ
૨. રિમ્પલ પટેલ (અમદાવાદ) ૫ કરોડથી વધુ
૩. અરવિંદ પટેલ (ખેડા) ૨૦ કરોડથી વધુ
૪. આર.એસ.સોઢી (આણંદ) ૨૫ કરોડથી વધુ
૫. પ્રજ્ઞોશ પટેલના ભાઈ સંકેતને પણ ધમકી આપી
૬. અમિત ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય (આંકલાવ)
૭. સી.કે.રાઊલજી કોંગ્રેસના ધારાસભ્ય (ગોધરા)
૮. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના ધારાસભ્ય (અબડાસા)
૯. મેરામણ ગોરીયા કોંગ્રેસના ઘારાસભ્ય (જામખંભાળિયા)
૧૦. ગુરૃદાસ કામત કોંગ્રેસના પ્રભારી