મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 27 જૂન 2019 (14:59 IST)

પબજીની લતે બગાડ્યો સંસાર, પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પતિની પબજી રમવાની આદતના લીધે પરેશાન પત્નીએ તેને ટકોર કરી તો પતિએ તેને ઢોર માર માર્યો. જેથી પત્નીએ આત્મહત્યા કરી. જોકે પત્નીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હીરાવાડી વિસ્તારના અંજન પાર્ક સોસાયટીમાં રહેતા આશાબેન પ્રજાપતિના લગ્ન 2007માં નીલેશભાઇ સાથે થયા હતા. ગત 6 મહિનાથી પતિને પબજીની આદત પડી ગઇ હતી. આ મુદ્દે આશાબેન દ્વારા ટોકવામાં આવતા પતિ દ્વારા અત્યાચાર આચરવામાં આવતો હતો. જે અંગે આશાબેને પોલીસમથકમાં ફરિયાદ કરી હતી. આશાબેન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસારા છેલ્લા છ મહિનાથી પતિ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. 
અગાઉ પણ અંજનાબેને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. ગયા રવિવારે રાતે 11 વાગ્યે પતિ નિલેશભાઈ મોબાઈલમાં પબજી ગેમ રમતા હતા. પત્નીએ ગેમ રમવાનીના પાડતા નિલેશભાઈએ આશા બહેનને માર માર્યો હતો. અને આ જ વાતનું લાગી આવતા આશાબહેનએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
 
બીજી તરફ તેના સાસુ-સસરા પણ મેણા મારતા હતા. જેથી પરેશાન થઇને આશાએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સાસુ-સસરાએ તેમને બચાવી લીધા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ મામલે આશાબેને કૃષ્ણનગર પોલીસમથકમાં સાસુ-સસરા અને પતિ વિરૂદ્ધ ઘરેલૂ હિંસાની ફરિયાદ કરી છે.