શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 31 ઑગસ્ટ 2020 (14:15 IST)

Photos- ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37 ઈંચ વરસાદ, દ્વારકામાં સૌથી વધુ 75 ઈંચ

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી 37.05 ઈંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છમાં 39.21 ઈંચ સાથે મોસમનો 241.73%, દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ સાથે મોસમનો 99.24% વરસાદ નોધાઇ ચૂક્યો છે.

હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.ગુજરાતના 14 જિલ્લાઓ એવા છે જ્યાં 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

જેમાં કચ્છ-આણંદ-સુરેન્દ્રનગર-રાજકોટ-મોરબી-જામનગર-દેવભૂમિ દ્વારકા-પોરબંદર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ-ભરૂચ-સુરતનો સમાવેશ થાય છે. સિઝન દરમિયાન 9.84 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા એકપણ તાલુકા નથી.

આ સિવાય 29 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 140 તાલુકામાં 19.72 ઈંચથી 39.37 ઈંચ જ્યારે 82 તાલુકામાં 19.72 ઈંચથી વધુ વરસાદ નોંધાયેલો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 75.47 ઈંચ, સુરતમાં 72.59 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ઝોન પ્રમાણે પૂર્વ મધ્ય ગુજરાતમાં 26.77 ઈંચ સાથે સૌથી ઓછો 83% વરસાદ છે. જેમાં અમદાવાદ જિલ્લામાંથી 23.34 ઈંચ સાથે 84.86% વરસાદ નોંધાયેલો છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 100%થી વધુ વરસાદ છે. એકમાત્ર ભાવનગર એવો જિલ્લો છે જ્યાં હાલ 94.08% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાયો હોય તેવું સતત બીજા વર્ષે બન્યું છે.

હજુ આગામી બે દિવસ વરસાદનું પ્રભુત્વ રહે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યંર છે કે, 'પશ્ચિમ મધ્ય પ્રદેશ અને સંલગ્ન પૂર્વ રાજસૃથાનમાં લો પ્રેશર સર્જાયું છે. જેના પગલે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે

તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ,  વડોદરા,  સુરત, નવસારી, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છનો સમાવેશ થાય છે.' જોકે, આગામી બે દિવસ બાદ વરસાદનું જોર ઘટવા લાગશે. હાલની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી 15 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લે તેની સંભાવના છે.