રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (13:49 IST)

લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ, સારા વરસાદની આશા

ગુજરાતમાં મોનસૂનની સિઝનનો દોઢ મહિનો વિતી ગયો છે, પરંતુ હજુ સુધી જરૂરિયાત મુજબ વરસાદ તહ્યો નથી. તેના લીધે ખેડૂતો આતુરતા પૂર્વક વરસાદની રાહ જોઇ રહ્યા છે. જોકે હવામાન વિભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થતાં મોનસૂનની સિઝનનો બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઇ ગયો છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્સ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો. વરસાદથી ના ફ્ક્ત લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે.  
 
વરસાદ ખેંચાઇ જતા શહેરોની પાણી સમસ્યા તો કદાચ ઉકેલાઈ જાય, પરંતુ સૌથી વિપરીત અસર પડે તે ખેડૂતો પર. કચ્છમાં ભૂગર્ભ જળ પાંચસોથી બે હજાર ફૂટ સુધી નીચે ચાલ્યા ગયા છે, ત્યારે ખારાશ પણ વધી ગઈ છે. ખેતીલાયક પાણી ન રહેતા મહત્તમ આધાર વરસાદી પાણી છે. ચાલુ વર્ષે વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો પડ્યો છે. ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પરંતુ સમયસર વરસાદ ન આવતા હવે વ્યર્થ જાય અને માંડ 25 ટકા પાક મળે તેવી સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
 
એક તરફ ચોમાસુ મોડું શરુ થયું અને ખેડૂતોએ કરેલ વાવેતરમાં પણ રોગ આવતા ઉત્પાદન ઘટવાની શક્યતા છે. અહીં ખેડૂતોએ વાવેલ મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. 
 
રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી ખેડૂતોને પાક માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેથી પાકને નુકસાનથી બચાવી શકાય. રાજકોટ સિંચાઇ વિભાગના અંતગર્ત આગામી 20 ડેમમાંથી 6 ડેમમાંથી પાણી ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે. 
 
અત્યાર સુધી રાજ્યમાં 41 ટકા વરસાદ થયો છે. ઓગસ્ટમાં સારો વરસાદ થયો છે. ઓગસ્ટમાં સારો વરસાદ ન થયો તો પાણી સમસ્યા સર્જાશે. ગત 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થયો છે. જ્યારે દાહોદ અને ગિર સોમનાથમાં હળવો વરસાદ થયો છે. 
 
હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ સંવાદતાઓને કહ્યું કે 'ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ ગુજરાતમાં સારા વરસાદની આશા છે. આગામી 5 દિવસમાં અમદાવાદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથ, દીવ અને અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો બીજી તરફ ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ ગુજરાતમાં સારા વરસાદની આશા છે.