મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (12:58 IST)

પ્રેમમાં અડચણ ન બને તે માટે સગી જનેતાએ 3 વર્ષના પુત્રને દૂધમાં આપી દીધું ઝેર

અમદાવાદમાં એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પ્રેમી સાથે મળીને પોતાના જ ત્રણ વર્ષના પુત્રને ઝેર આપીને મારી દીધો છે. તેને ડર હતો કે પુત્ર તેના પ્રેમસંબંધોમાં અડચણ બની શકે છે. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હોસ્પિટલે રિપોર્ટમાં બાળકનું મોત ઝેર વડે થયું  હોવાનું જણાવ્યું. 
નરોડા નિવાસી 26 વર્ષીય જ્યોતિ પરમાર પાલનપુરના મૂળ નિવાસી ભૂપેંદ્ર પરમાર સાથે કથિત રીતે સંબંધોમાં હતી. ભૂપેંદ્ર પાલનપુર સિવિલ હોસ્પિટલ રૂમમાં સફાઇ કર્મચારીનું કામ કરે છે. 
જોકે તેનો ત્રણ વર્ષનો પુત્ર યુવી તેના સંબંધમાં અડચણરૂપ હતો, એટલા માટે તેને મારવાનો નિર્ણય કર્યો હતો. 5 ઓગસ્ટના રોજ યુવીની તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેને તાવ હતો.  
 
પોલીસને જણાવ્યું કે જ્યોતિને આ વિચાર આવ્યો કે જો યુવીની બિમારી દરમિયાન મોત થઇ જાય તો કોઇને તેના અથવા તેના પ્રેમી પર શંકા નહી જાય. તેણે ભૂપેન્દ્ર સાથે વાત કરી. ભૂપેન્દ્રએ જ્યોતિના બાળ ક સાથે સિવિલ હોસ્પિટલની પાસે એક ગેસ્ટ હાઉસમાં લઇ આવવા માટે કહ્યું. 
 
6 ઓગસ્ટના રોજ જ્યોતિએ પોતાના સસરાને જણાવ્યું કે તે યુવીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જઇ રહી છે કારણ કે તેને રાત્રે તાવ હતો. ગેસ્ટ હાઉસમાં જ્યોતિએ યુવીને કિટનાશક મળીને દૂધ આપ્યું અને બિસ્કિટ ખાવા આપ્યા. 
 
દૂધ પીધા બાદ બાળક બેભાન થઇ ગયા અને જ્યોતિ તેની સાથે ઘરે પરત ફરી. જ્યોતિએ પોતાના સસરાને જણાવ્યું કે તે ઉંઘી રહ્યો છે. થોડીવાર પછી તેના સસરાએ યુવીને જગાડવાનો પ્રયત્ન કર્યો તો તેમણે જોયું કે છોકરાને વધુ તાવ છે અને તેને શારદાબેન હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. યુવીને આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, આઠ ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. 
 
ડોક્ટરોએ બાળકના પિતા અજય પરમારને જણાવ્યું કે પ્રથમ દ્વષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે બાળકનું મોત ઝેર ખાવાથી થયું છે. આ દરમિયાન વ્યાકુળ પરિવાર યુવીની લશને પાલનપુર સ્થિત તેના પૈતૃક સ્થાન પર દફન કરી દીધો. 9 ઓગસ્ટના રોજ અજયના બનેવીને હોસ્પિટલમાંથી રિપોર્ટ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુવીનું મોત ઝેરના લીધે થયું છે. 
 
મુકેશએ જ્યોતિ સાથે પૂછપરછ કરી, જેને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. શહેરકોટડાના કેબી શંખલાએ કહ્યું કે યુવીની લશને નિકાળવામાં આવી અને એક પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી. બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જ્યાં તેમની તપાસ ચાલી રહી છે.